<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રામાં સામેલ 18 હાથીઓ પર ડેસિબલ મીટર લગાવવામાં આવશે

અવાજની તીવ્રતા પર સતત નજર રાખી શકાશે. સાથે જ હાથીના બેલેન્સ અને તેની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી શકાશે

અમદાવાદમાં યોજાનારી 149મી જગન્નાથ રથયાત્રા દરમિયાન સુરક્ષા અને હાથીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ખાસ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. રથયાત્રામાં સામેલ 18 હાથીઓ પર ડેસિબલ મીટર લગાવવામાં આવશે, જેના માધ્યમથી આસપાસના અવાજની તીવ્રતા પર સતત નજર રાખી શકાશે. સાથે જ હાથીના બેલેન્સ અને તેની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી શકાશે, જેથી કોઈ અસામાન્ય સ્થિતિ સર્જાય તો તાત્કાલિક પગલાં લઈ શકાય. ગયા વર્ષે રથયાત્રા દરમિયાન એક હાથી બેકાબૂ બન્યાની ઘટનાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

(11:01 PM IST)