News of Sunday, 26th July 2026
કોલીવાડા સ્મશાન પાસેથી રૂ.૪૮,૦૦૦ ના અંગ્રેજી દારૂ સાથે એકને ઝડપી પાડતી દેડિયાપાડા પોલીસ
પોલીસ ચેકીંગ જોઈ કોલીવાડા ગામના સ્મશાન પાસે ગાડી મૂકી ચાલક ભાગી ગયો હતો પરંતુ તેની બાજુમાં બેસેલ વ્યક્તિ ભાગવા જતા પોલીસે ઝડપી લીધો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :હાલમાં નર્મદા જિલ્લામાં પોલીસ એક બાદ એક દારૂનો મુદામાલ પકડી સફળ કામગીરી કરી રહી છે જેમાં દેડિયાપાડા પોલીસે દારૂ સહિતનો મુદામાલ ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર દેડિયાપાડા પીઆઇ વાય.એસ. સિરસાઠની સૂચના હેઠળ પોલીસ માણસો વાહન ચેકીંગ માં હતા ત્યારે એક ફોર વ્હીલ ગાડી નંબર GJ-22-P-7278 મા ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો બિયર કુલ મુદ્દામાલ કિ.રૂ.૪૮,૦૦૦/- તથા રેડમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૧ કિંમત રૂપીયા-૫૦૦૦ તથા નોકીયા કંપનીનો સાદો મોબાઇલ કિંમત રૂપીયા-૫૦૦ તથા ટાટા કંપની ની ZEST XE ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નંબર GJ-22-P-7278 ની કિંમત રૂપીયા. ૨,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપીયા. ૨,૫૩,૫૦૦/-નો પ્રોહી.મુદામાલ લઈ જતા હોય પરંતુ ગાડી ના ચાલકે પોલીસ ચેકીંગ જોઈ કોલીવાડા ગામના સ્મશાન પાસે ગાડી મૂકી ચાલક ભાગી ગયો હતો પરંતુ તેની બાજુમાં બેસેલ વ્યક્તિ ભાગવા જતા પોલીસે ઝડપી લીધો હતો તેનું નામ પૂછતા તે સંદીપ નરેશભાઈ વસાવા,( રહે. ઢોલાર. તા. નાંદોદ જી. નર્મદા )હોવાનું જાણવા મળેલ, પોલીસે દારૂનો મુદામાલ અને સંદીપ વસાવા ને પકડી પાડ્યો હતો.,
પોલીસ ને જાણવા મળ્યું કે ગાડીમાં મૂકેલ દારૂનો મુદામાલ કિશનભાઇ રામાભાઇ વસાવે( રહે.તીન ખુણીયા તા. અક્કલકુવા જી.નંદુરબાર (મ હારાષ્ટ્ર) નાઓ પાસેથી ભરી લાવી સ્થળ ઉપર પકડાઈ જઈ એક બીજાની મદદગારી કરી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
