News of Wednesday, 29th July 2026
દેડિયાપાડા પોલીસે ચિકદા ગામ પાસેથી રૂ.૨.૫૮ લાખનો અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો, આરોપી ફરાર
આરોપી રાઈસ મીલની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ગાડી મુકી અંધારાનો લાભ લઈ સ્થળ ઉપરથી ભાગી ગયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા પોલીસ સતત અંગ્રેજી દારૂ ના એક બાદ એક કેસ કરી રહી છે ત્યારે દેડિયાપાડા પોલીસે લાખો નો દારૂ ઝડપી પાડ્યો હતો.
ઈકો ગાડી નંબર GJ-19-AM-3629 ના ચાલકે પોતાના કબજામાની ઈંકો ફોર વ્હીલ ગાડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૧૩૪૪ કિંમત રૂપીયા ૨,૫૮,૦૪૮/- તથા ઇક્કો ફોર વ્હીલ ગાડી ની કિંમત રૂપીયા. ૪,૦૦,૦૦૦/- ગણી કુલ કિંમત રૂપીયા ૬,૫૮,૦૪૮/- નો પ્રોહી. મુદામાલ ભરી વાહતુક કરી લઇ આવી પોલીસ રેઇડ દરમ્યાન ઈકો ગાડી ચિકદા ગામે રોડની બાજુમાં આવેલ રાઈસ મીલની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં મુકી અંધારાનો લાભ લઈ સ્થળ ઉપરથી ભાગી જઈ ગુનો કરતા દેડિયાપાડા પોલીસે મુદામાલ કબજે કરી ભાગી ગયેલા ઈસમો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
