<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

પાંચઉમર ગામથી રૂપિયા.૫૫,૨૯૬ નો પ્રોહી મુદામાલ ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા પોલીસ હાલ માં અંગ્રેજી દારૂ પર બાઝ નજર રાખી એક બાદ એક મુદામાલ ઝડપી ગુના દાખલ કરે છે ત્યારે હાલમાં દેડિયાપાડા પોલીસે દારૂનો કેસ કર્યો છે.
     મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગારની ગેરકાયદેસર રીતે થતી પ્રવૃતિઓને અટકાવવા અને પરીણામલક્ષી કામગીરી કરવા કડક સૂચના આપેલ જે અનુસંધાનેઆર.બી.દેવધા નાયબ પોલીસ અધિક્ષક, રાજપીપલા વિભાગ, રાજપીપલાનાઓના સીધા માર્ગદર્શન હેઠળ એમ.એમ.મોર્ય ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપેલ જે અનુસંધાને ડેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો ડેડીયાપાડા પો.સ્ટે વિસ્તારમાં હતા ત્યારે પો.કો.સંદીપભાઈ ગીરધરભાઈ બ.નં.૨૫૩ નાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચઉમર ગામે રહેતા હરેશભાઈ કરમાભાઈ વસાવાનાઓએ પોતાના રહેણાંક ઘરમાં ઇંગ્લીશ દારૂ સંતાડી રાખી ગેર કાયદેસર વેચાણ કરે છે. તે બાતમી ના આધારે બાતમીવાળા ઘરે પ્રોહી અંગે રેઇડ કરતા ઘરમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૫૫,૨૯૬/- નો મુદ્દામાલ મળી આવેલ જે કબ્જે લઇ ડેડીયાપાડા પો.સ્ટે. પ્રોહી એક્ટ નો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(10:27 PM IST)