News of Friday, 16th October 2026
દિલ્હી, મુંબઈ એકસ્પ્રેસ હાઈવે પર ૧.૯૪ કરોડના એલ્યુમિનિયમ ટ્રેલર ચોરી કાંડ પરથી અંતે પડદો હટયો
રેન્જ વડા પ્રેમવીર સિંઘ, એસપી રાજેશ ગઢીયાના માર્ગદર્શનમાં વધુ એક મોટી સફળતા સુરત ગ્રામ્ય LCB પલસાણ પોલિસ ટીમની જોઇન્ટ કામગીરીઃ ૫ આરોપી ઝડપાયા

રાજકોટ, તા. ૧૬: પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ્યુમિનિયમના જથ્થા સાથે ટ્રેલરની ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. એલ્યુમિનિયમના જથ્થાની કિંમત રૂ. ૧,૮૪,૭૦,૭૪૦ અને ટ્રેલરની કિંમત રૂ. ૧૦ લાખ મળી કુલ રૂ. ૧,૯૪,૭૦,૭૪૦ નો મુદ્દામાલ હતો.
આ મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૩) અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ એલસીબી અને સ્થાનિક પોલીસને તપાસ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. બારડોલી વિભાગના પોલીસ અધિકારી એચ.એલ. રાઠોડની દેખરેખ હેઠળ એલસીબી તથા પલસાણા પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન એલ્યુમિનિયમનો જથ્થો ખરીદનારા લોકો સુધી પોલીસ પહોંચી હતી અને એક પછી એક આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
