<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા ગુજરાતમાં 2027 પહેલા OBC અનામતના વર્ગીકરણની માંગ : નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી

2027ની ચૂંટણીમાં ઠાકોર, કોળી અને OBCના વિકાસથી વંચિત સમાજના મત વગર કોઈ પણ રાજકીય પક્ષ સરકાર બનાવી શકશે નહીં.

અરવલ્લી જિલ્લાના મેઘરાજના ભેમાપુરમાં ઠાકોર યુવાનો એક મંચ પર એકઠા થયા હતા. આ યુવાનોએ OBC અનામતના વર્ગીકરણની તાત્કાલિક અમલવારીની માંગ કરી હતી. આ બેઠકમાં શિક્ષણ, રોજગાર અને સમાજના હક માટે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. યુવાનોએ વ્યસનમુક્ત સમાજ અને શૈક્ષણિક વિકાસ પર ખાસ ભાર મૂક્યો હતો, સાથે જ યુવાનોને રોજગારની સમાન તકો પૂરી પાડવાની પણ માંગ કરી હતી.

સરકાર સમક્ષ OBC અનામત વર્ગીકરણનો અમલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. ઠાકોર યુવાનોએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આંદોલનકારીઓએ જણાવ્યું કે 2027ની ચૂંટણીમાં ઠાકોર, કોળી અને OBCના વિકાસથી વંચિત સમાજના મત વગર કોઈ પણ રાજકીય પક્ષ સરકાર બનાવી શકશે નહીં.

તેમણે ભારપૂર્વક કહ્યું કે જો 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં OBC અનામત વર્ગીકરણ અમલમાં નહીં આવે, તો તેમનો સમાજ 2015-16માં પાટીદાર સમાજે કરેલા આંદોલન કરતાં પણ મોટું આંદોલન કરશે. આ ચેતવણી રાજ્ય સરકાર માટે એક સ્પષ્ટ સંદેશ છે કે આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવું આવશ્યક છે.

(5:28 PM IST)