News of Wednesday, 24th June 2026
ITના દૈનિક ડેટા બેકઅપના નિયમથી નાના વેપારીઓને રાહત આપવા માંગ
IT એક્ટ, ૨૦૨૫ હેઠળના નિયમ ૪૬(૮)માં રાહત માટે રજૂઆત : રૂ.૧૦ કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા કરદાતાઓને મુક્તિની દરખાસ્ત

અમદાવાદ,તા.૨૪: ઇન્કમ ટેક્સ એક્ટ, ૨૦૨૫ હેઠળના નવા નિયમ ૪૬(૮) મુજબ, ૧ એપ્રિલ, ૨૦૨૬થી ઈલેક્ટ્રોનિક સ્વરૂપે હિસાબી ચોપડા રાખતા કરદાતાઓએ તેનો દૈનિક બેકઅપ ભારતમાં સ્થિત સર્વર પર રાખવાનો રહેશે. આ નિયમને લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ સમક્ષ વિવિધ સૂચનો અને રજૂઆતો કરી છે. નાના કરદાતાઓના હિતમાં જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જાિનિયર અને ડાયરેક્ટ ટેક્સ ટાસ્ક ફોર્સના ચેરમેન સીએ (ડો.) જૈનિક વકીલ દ્વારા આ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.
સંસ્થાના મતે, નાના વેપારીઓ પાસે જરૂરી ડિજિટલ માળખું, ક્લાઉડ સ્ટોરેજની સુવિધા અથવા ટેકનિકલ કુશળતા ઉપલબ્ધ ન હોવાથી આ નિયમનું પાલન કરવું મુશ્કેલ બની શકે છે. ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની મર્યાદાઓને કારણે બેકઅપ લેવાની પ્રક્રિયા પડકાર ઊભો કરી શકે છે. આ નિયમનું પાલન ન થવા પર કરદાતા સામે રૂ. ૨૫,૦૦૦ સુધીના દંડની જોગવાઈ છે, જ્યારે ટેક્સ ઓડિટર દ્વારા ખોટું પ્રમાણપત્ર આપવામાં આવે તો રૂ. ૧૦,૦૦૦ના દંડની જોગવાઈ કરાઈ છે, જે કરદાતાઓ અને ઓડિટરો વચ્ચે વિવાદનું કારણ બની શકે છે. આ સંદર્ભે જીસીસીઆઈએ રૂ. ૧૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓને આ નિયમમાંથી મુક્તિ આપવા, અમલીકરણ પહેલાં ૧૮થી ૨૪ મહિનાનો ટ્રાન્ઝિશન પિરિયડ આપવા, માન્ય ક્લાઉડ સર્વિસ પ્રોવાઇ ડર્સની યાદી જાહેર કરવા અને એમએસએમઈ એકમોને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સહાય પૂરી પાડવા સૂચન કર્યું છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
