<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટની મોટી ચીખલોડ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ સાથે પુલાવ, ઢેબરા, શાક અને સલાડનું ભાવપૂર્વક ભોજન ગ્રહણ કર્યું

વિદ્યાર્થીઓ પાસેથી ભોજનની ગુણવત્તા અને વાલીઓ પાસેથી શૈક્ષણિક કાર્યનો ફિડબેક લીધો : સૌએ શાળાની ભોજન પ્રાર્થના ગાઈને ભોજનની શરૂઆત કરીને શાળાની પરંપરાનુ પાલન કર્યું

અમદાવાદ તા.૨૮ : નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ કવાંટની મોટી ચીખલોડ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ સાથે ભાવપૂર્વક ભોજન ગ્રહણ કર્યું હતું.

શ્રી સંઘવીએ શાળામાં અપાતા નિયત મેનૂ મુજબ પુલાવ, ઢેબરા, શાક અને સલાડનું ભોજન લીધું હતું. આ સાથે તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને ભોજનની વ્યવસ્થા અને ગુણવત્તા વિશે જાણકારી પણ મેળવી હતી.

આ તકે મોટી ચીખલોડના સરપંચ શ્રી પાર્વતીબેન ભગવાનભાઈ રાઠવા પણ ભોજનમાં જોડાયા હતા. સૌએ શાળાની ભોજન પ્રાર્થના ગાઈને ભોજનની શરૂઆત કરી હતી અને આ રીતે શાળાની પરંપરાગત પરિપાટીનું પણ પાલન કર્યું હતું.

શ્રી સંઘવીએ અહીં ઉપસ્થિત ગ્રામજનો અને વાલીઓ પાસેથી શાળાની શૈક્ષણિક કામગીરી અંગે ફિડબેક પણ લીધો હતો.

 

(3:06 PM IST)