<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

*હવે અમેરિકા-મેક્સિકો વચ્ચે પાણીનો પંગો ! વેપાર પર કડક પગલાં લેવાની ટ્રંપની ધમકી: શિનબામનો ફિક્કો જવાબ, સૂકાને કારણે અમારી પાસે પણ પૂરતું પાણી નથી: ૧૯૪૪ની જળ સંધિ વિવાદમાં, મેક્સિકો પર ટ્રમ્પ દ્વારા પાણી ચોરીનો આરોપ: બંને દેશ દુષ્કાળથી પીડાય છે: ૧૯૪૪ની જળ સંધિ અમેરિકા અને મેક્સિકો વચ્ચે રિયો ગ્રાન્ડે અને કોલોરાડો નદીના પાણીની વહેંચણી માટેનો મહત્વનો કરાર છે : આ સંધિ હેઠળ બંને દેશો એકબીજાને નિશ્ચિત માત્રામાં પાણી પૂરું પાડવા માટે બંધાયેલા છે: મેક્સિકોએ દર પાંચ વર્ષે અમેરિકાને ૧૭.૫ લાખ એકર-ફૂટ પાણી આપવાનું છે, જ્યારે અમેરિકા મેક્સિકોને કોલોરાડો નદીમાંથી પાણી આપે છે: હાલના વિવાદમાં અમેરિકાના ટેક્સાસને ૩૦૪૦ કિમી લાંબી રિયો ગ્રાન્ડેનું પાણી ન મળવાની ફરિયાદ છે12:37 AM IST

ભારત માટે સુવર્ણ તક ! અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ અને અમેરિકાના સેકન્ડ લેડી ઉષા, એપ્રિલના અંતે ભારતની મુલાકાતે: દ્વિપક્ષીય વેપાર સોદો મુખ્ય એજન્ડા: સત્તાવાર સમર્થનની જોવાતી રાહ: રાજકીય ચર્ચાઓ ઉપરાંત ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સોદા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત થશે: ન્યુઝ ફર્સ્ટ : ભારત-અમેરિકા સંબંધોની નવી શરૂઆત? ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક, રક્ષણ અને આર્થિક સહયોગ સતત વધી રહ્યો છે ત્યારે આ મુલાકાત ખૂબ મહત્વની ગણાવાય છે. ભારતની નિકાસ ક્ષમતાને વધારવા અને બંને દેશો વચ્ચે વિશ્વાસ વધારવાનો રસ્તો ખોલી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાન્સની ચર્ચાની પણ શક્યતા 11:15 PM IST

યુરોપ-ચીન વચ્‍ચે નવી વેપાર સમજૂતી? ચીની ઇલેક્‍ટ્રિક વાહનો પર ટેરિફ હટાવવાની ચર્ચા : ન્‍યુઝ ફર્સ્‍ટ બ્રસેલ્‍સ : યુરોપિયન યુનિયન અને ચીને, ચીનમાં બનેલાં ઇલેક્‍ટ્રિક વાહનો અને બસો પર લગાવેલા ટેરિફ દૂર કરવા નવી વાટાઘાટો શરૂ કરી છે. આ ઉપરાંત અન્‍ય ઉત્‍પાદનો અને ક્ષેત્રોને પણ સામેલ કરવાની ચર્ચા ચાલી રહી છે. ગયા વર્ષે યુરોપે ચીની ઇલેક્‍ટ્રિક વાહનો પર ૧૭%થી ૩૫.૩% સુધી ટેરિફ લગાવ્‍યા હતા. હવે બંને પક્ષો ટેરિફના બદલે ન્‍યૂનતમ કિંમતો નક્કી કરવા સહમત થયા છે, જેથી વેપારી તણાવ ઘટે. આ નિર્ણયથી યુરોપમાં સસ્‍તા ચીની ઇલેક્‍ટ્રિક વાહનોની ઉપલબ્‍ધતા વધી શકે છે. આ વાટાઘાટોને વેપાર નિષ્‍ણાતો બંને પક્ષો માટે ફાયદાકારક ગણાવી રહ્યા છે, પરંતુ અમેરિકા-ચીન વચ્‍ચેના ટેરિફ યુદ્ધની અસર આ સમજૂતી પર પડી શકે છે. અન્‍ય ક્ષેત્રોમાં સહકાર વધારવાની શકયતાઓ પણ ચીન અને યુરોપ શોધી રહ્યા છે.4:19 PM IST

હવે શું? અમેરિકાએ ચીની માલ પર ૧૪૫% ટેરિફ લગાવ્યા બાદ ચીને પણ યુએસ માલ પર ૧૨૫% ટેરિફ ફટકાર્યો : વૈશ્વિક અર્થતંત્રમાં હલચલ મચાવતા સમાચારમાં, અમેરિકાએ ચીની માલ પર ૧૪૫% ટેરિફ લગાવ્યા બાદ ચીને પણ યુએસ માલ પર ૧૨૫% ટેરિફ લગાવી દીધા, જે કાલે ૧૨ એપ્રિલથી લાગુ થશે. : આ ટેરિફ યુદ્ધથી બંને દેશોના વેપાર, બજારો અને સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડવાની શક્યતા છે: ન્યુઝફર્સ્ટ : ચીનનું કહેવું છે કે આ પગલું અમેરિકાની નીતિઓનો જવાબ છે, જ્યારે ટ્રમ્પે વધુ આકરાં પગલાંની ચીમકી આપી છે. : નિષ્ણાતો માને છે કે આ ઘટના વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વધારશે. સૌની નજર હવે ટ્રમ્પની આગલી ચાલ પર છે—વાટાઘાટો કે વધુ ટેરિફ?3:08 PM IST

સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું ‘ટાઈપ સર્ટીફિકેટ’ મેળવનાર “કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી” દેશની એકમાત્ર સરકારી સંસ્થા : આગામી સમયમાં રાજ્યની ૧૯ ITI ખાતે ડ્રોન રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શરૂ કરાશે : DGCA દ્વારા રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી: સ્કૂલ ઓફ ડ્રોન્સ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૦ ડ્રોનનું ઉત્પાદન તેમજ ૫૦૪ ઉમેદવારોને ડ્રોન પાયલટના લાયસન્સ અપાયા:KSUમાં કાર્યરત ૦૬ સ્કૂલોમાં કુલ ૧૧૦ જેટલા વિવિધ અભ્યાસક્રમો અમલી : એમેઝોન વેબ સર્વિસ, આર્સેલર મિત્તલ, ગોલ્ડી સોલાર જેવી કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન : અમદાવાદના શિલજ ખાતે રૂ. ૧૬૪ કરોડ કરતાં વધુના ખર્ચે આકાર પામશે KSU કેમ્પસ 1:53 PM IST

દેણું વધી જતાં મયુરનું મિત્ર ડોક્‍ટર સાથે મળી ૪૦ લાખનો વીમો પકવવા કારસ્‍તાનઃ હોસ્‍પિટલના કર્મચારીની સંડોવણી : માધાપર ચોકડી પાસે વ્‍હોરા સોસાયટી નજીક રહેતાં મયુર છુંછારએ આઇસીઆઇસીઆઇ વીમા કંપનીમાં પોતાને પેરેલિસીસની અસર છે તેવુ કહી કાગળો રજૂ કરી મેડીક્‍લેઇમ પાસ કરાવવા કાર્યવાહી કરીઃ પણ એક ડોક્‍ટરનો શરીરની જમણી બાજુ અને બીજાનો ડાબી બાજુ પેરેલિસિસની અસરનો રિપોર્ટ જોતાં શંકા ઉપજી અને ભાંડો ફુટયો : મયુર છુંછાર દર્દી બન્‍યો અને મિત્ર ફિઝીયોથેરાપીસ્‍ટ ડો. અંકિત કાથરાણી તથા સમર્પણ હોસ્‍પિટલના સ્‍ટાફ સાથે મળી સારવારના નકલી રિપોર્ટ ઉભા કર્યાઃ લેબોરેટરી, સિવિલ હોસ્‍પિટલના સહયોગ ઇમેજીંગ સેન્‍ટરના એમઆરઆઇ રિપોર્ટ સહિત બધુ બોગસ ઉભુ કર્યુઃ અમદાવાદની તપાસ એજન્‍સીના ડો. રશ્‍મિકાંત પટેલની ફરિયાદઃ ડીસીપી ઝોન-૨ જગદીશ બાગરવા, એસીપી રાધિકા ભારાઇના માર્ગદર્શનમાં પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ એસ. એલ. ગોહિલ અને ટીમની તપાસઃ ડોક્‍ટર કાથરાણી સંકજામાં : તપાસ એજન્‍સી સમક્ષ મયુરે કહેલું- હું ક્રિકેટ રમતો હતો ત્‍યારે ચક્કર આવતાં મેં સહયોગ ઇમેજીંગ સેન્‍ટરમાં એમઆરઆઇ કરાવેલ, પછી સમર્પણ હોસ્‍પિટલમાં દેખાડતાં પેરેલિસીસની અસરનો રિપોર્ટ આવ્‍યો છે, હાલ સારવાર ચાલુ છેઃ જો કે આ બધા રિપોર્ટ ખોટા હતાં : એજન્‍સીના અધિકારી દર્દી મયુરના ઘરે તપાસ માટે પહોંચ્‍યા ત્‍યારે ફિઝીયોથેરાપીસ્‍ટ ડો. અંકિતે કહ્યું-દર્દી મયુર એકલો હાલી ચાલી શકતો નથી, કપડા બદલી શકતો નથી, ઉભો રહી શકતો નથીઃ મયુર ત્‍યારે લંગડાતો હતોઃ એ પછી અધિકારીએ ચારેક કલાક ઘર બહાર વોચ રાખતાં દર્દી મયુર બાઇક લઇને નીકળ્‍યો,ઘરથી એકાદ કિ.મી. દૂર હોટલે જઇ ચા બનાવવા માંડયો હતો! : એજન્‍સીના અધિકારીઓએ વિડીયો ઉતારી કારસ્‍તાન ઉઘાડુ પાડતાં કહ્યું- ભુલ થઇ ગઇ, હવે વીમાના પૈસા જોઇતા નથીઃ સિવિલ હોસ્‍પિટલની સહયોગ ઇમેજીંગ સેન્‍ટરના એમઆરઆઇ રિપોર્ટ પણ નકલી બનાવ્‍યા :ફિઝીયોથેરાપીસ્‍ટ ડો. અંકિત કાથરાણીની અટકાયતની તજવીજઃ મયુર છુંછારની શોધખોળઃ જે કોઇની સંડોવણી થશે તેની સામે કાર્યવાહીઃ એસીપી રાધિકા ભારાઇ : દર્દી મયુરને સમર્પણ હોસ્‍પિટલમાં સામાન્‍ય નબળાઇની સારવાર અપાઇ હતી, અમે મોટી રકમનું બીલ આપ્‍યું નથીઃ હોસ્‍પિટલના કર્મચારી ભાવિક માંકડે સહી સિક્કા કરી આપ્‍યા હતાં: તેમણે ભુલ સ્‍વીકારી લીધી હતીઃ મયુરે જાતે જ ખોટા રિપોર્ટ તૈયાર કર્યા હતાં: હોસ્‍પિટલના સંચાલકની સ્‍પષ્‍ટતા3:26 PM IST

માધવપુરનો મેળો આધુનિક યુગમાં પરંપરાઓને ઉજાગર કરે છેઃ મુળુભાઇ બેરા : દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કળષ્‍ણ અને રાણી રૂક્‍મણીજીના ભવ્‍ય વિવાહ સત્‍કાર સમારોહનું આયોજન કરાયું : પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્‍કૃતિ અને વારસાઓના અનોખા સંગમ સમા આ ઉત્‍સવને એક તાંતણે જોડવાનું ઉત્તમ કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કર્યું છેઃ પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાઃ ઉત્તર પૂર્વીય રાજ્‍યો અને ગુજરાતના લોકોના ગાઢ સંબંધો ભારતની સાંસ્‍કળતિક એકતા પ્રદર્શિત કરે છેઃ સાંસદશ્રી પૂનમબેન મેડમ દ્વારકા સર્કિટ હાઉસ પાછળના મેદાનમાં ૨૫૦ જેટલા કલાકારો દ્વારા શ્રી કળષ્‍ણ અને રૂકમણીજીના જીવન પર આધારિત અદભુત મલ્‍ટીમીડિયા શો પ્રસ્‍તુત કરાયોઃ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત' ભાવનાને ઉજાગર કરતી પૂર્વ અને પヘમિ ભારતની કલા, સંસ્‍કૃતિ અને વારસાના અનોખા સંગમમાં વિશાળ સંખ્‍યામાં દ્વારકાવાસીઓ બન્‍યા સહભાગી12:17 PM IST

પોરબંદરના બાલા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીએ માનવતાનું ભગીરથ કાર્યઃ મહારકતદાન કેમ્‍પમાં પ હજાર બોટલ રકત એકત્ર કરવાનો સંકલ્‍પ : પોરબંદર જિલ્લાના દર્દીઓ કોઇપણ મોટા શહેરોમાં જાય અને લોહીની જરૂરિયાતમાં હેરાનગતિ ન થાય તેવું બાલાજી ગ્રુપનું આયોજનઃ રકત કેમ્‍પની પ્રેરણા આપનાર યુવા ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જરનું ચોપાટી ખાતે સન્‍માન કરાશે બાલાજી ગ્રુપ દ્વારા હનુમાન જયંતી અવસરે ૫૧ હજાર પ્રસાદના બોક્ષમાં અઢી લાખ લાડુ પ્રસાદનું ભકતોમાં વિતરણ કરાશેઃ અર્જુનભાઇ મોઢવાડિયા બાલા હનુમાન મંદિરે મહારકતદાન કેમ્‍પ માટે અમદાવાદ-રાજકોટ-જામનગર - સિવિલ હોસ્‍પિટલની બ્‍લડ બેન્‍કનો સ્‍ટાફ આવશે : રામદેવભાઇ મોઢવાડિયા 2:13 PM IST