News of Friday, 10th July 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતના પડિસરા ખાતે ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ કરશે
સાંજે 6 વાગ્યે મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે યોજાશે બેઠક, ઉદ્યોગોના પ્રશ્નો અને વિકાસની તકો પર થશે ચર્ચા

સુરત, તા. 10 : ગુજરાત રાજ્યના માન. નાયબ મુખ્યમંત્રી હર્ષ રમેશકુમાર સંઘવી આજે શુક્રવારે સુરતના ઉદ્યોગકારો સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચે સીધો સમન્વય સ્થાપવા અને ઉદ્યોગોને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગત અનુસાર, નાયબ મુખ્યમંત્રી સાંજે 6:00 કલાકે* સુરતના પડિસરા વિસ્તારમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે ઉદ્યોગકારો સાથે મુલાકાત કરશે. આ સ્થળ ભેદવાડ ખાડીની બાજુમાં અને નાગસેનનગરની સામે આવેલું છે.
સુરત જિલ્લો હીરા, કાપડ અને નાના-મોટા ઉદ્યોગોનું હબ છે. ત્યારે આ બેઠકમાં સ્થાનિક ઉદ્યોગકારો પોતાના પ્રશ્નો, સુવિધાઓ અને સરકારી યોજનાઓ અંગે રજૂઆત કરી શકશે. ઉદ્યોગોના વિકાસ, રોકાણ, રોજગારી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા વિવિધ મુદ્દાઓ પર પણ આ બેઠક દરમિયાન વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે.
નાયબ મુખ્યમંત્રી છેલ્લા ઘણા સમયથી રાજ્યના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને "ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ" ને સરળ બનાવવા માટે સત પ્રયાસ કરી રહ્યા છે. આ મુલાકાત દ્વારા તેઓ સુરતના ઉદ્યોગકારોની રજૂઆતોને સીધી સાંભળીને તેનો ઝડપી ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
