News of Monday, 12th October 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાશે ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ’

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા ‘ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ’માં CAA અંતર્ગત 126 અને કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા 32 મળીને કુલ 158 શરણાર્થીઓને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવો ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 2016 અને 2018ના ગેઝેટથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોના લોકોને ‘સિટીઝનશિપ એક્ટ-૧૯૫૫’ની કલમ-5 અને 6 અન્વયે નાગરિકતા આપવા અંગેની સત્તાઓ જિલ્લા કલેક્ટરોને એનાયત કરાઈ છે, જેમાં વર્ષ 2017થી 2025 સુધીમાં 1200થી વધુ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપીને અમદાવાદ જિલ્લો સમગ્ર દેશમાં મોખરે રહ્યો છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
