તા. ૧૧ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૪ શુક્રવાર
News of Saturday, 28th November 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટના હાફેશ્વર મહાદેવ મંદીરના દર્શન સાથે આજે દ્વિતીય દિવસના કાર્યક્રમનો કર્યો શુભારંભ
સંઘવીએ ભગવાન શિવની પૂજા અર્ચના કરી રાજ્યના નાગરીકોની સુખાકારી માટે પ્રાર્થના કરી:નાયબ મુખ્યમંત્રીને હાફેશ્વર ખાતે ટુરિઝમ ડેવલપમેન્ટના વિકાસ હેતુ માળખાકીય સુવિધાઓના અવકાશ અને આયોજનથી માહિતગાર કરાયા:હાફેશ્વર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વપૂર્ણ પ્રવાસન અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું સ્થળ નિરીક્ષણ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂબરૂ મુલાકાત લઈને વિવિધ અગત્યના ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા જેટી પ્રોજેક્ટ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનનો ટુરિઝમ રિસેપ્શન કાઉન્ટર ફેઝ-૧ અને ૨ અને રેવા ઇકો ટુરિઝમ સાઇટ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે નર્મદા નદીમાં બોટિંગ મારફતે સ્થળની સ્થિતિનો તાગ મેળવી સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
છોટા ઉદેપુરના પ્રવાસે પધારેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કવાંટના હાફેશ્વર મહાદેવ મંદીરના દર્શન સાથે આજે દ્વિતીય દિવસના કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. સંઘવીએ ભગવાન શિવની પૂજા અર્ચના કરી સમગ્ર રાજ્યના નાગરીકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. વધુમાં સંઘવીએ મંદીરના પ્રાંગણમાં ગૌ માતાની પૂજા કરી હતી.
આ તકે નાયબ મુખ્યમંત્રીને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા હાફેશ્વર ખાતે આવનાર સમયમાં ટુરિઝમ ડેવલપમેન્ટના વિકાસ હેતુ માળખાકીય સુવિધાઓના અવકાશ અને આયોજન થી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હાફેશ્વરના જંગલ ખેતી કરતા ખેડૂત ગુલાબસિંહ શેરકાભીલને મળ્યા હતા અને સોલર પંપની સહાયથી ખેતીમાં આવેલ સકારાત્મક પરિણામો વિશે જાણકારી મેળવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ ડો. મુકેશ રાઠવા, છોટા ઉદેપુર નગરપાલીકા પ્રમુખ ઉપેન્દ્ર પટેલ, કલેકટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમકાર શિંદે, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિત અન્ય સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
