News of Tuesday, 14th April 2026
અમદાવાદની ગલીઓમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રચાર માટે નીકળ્યા: કાર્યકરોને પોતાના હાથે ચા પીવડાવી
બાપુનગર સહિત 4 વોર્ડમાં ભાજપના ઉમેદવારો માટે ગજવ્યું મેદાન: મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો

અમદાવાદની ગલીઓમાં જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રચાર માટે નીકળ્યા, ત્યારે માહોલ ચૂંટણીમય બની ગયો હતો. બાપુનગરના કાર્યાલય પર કાર્યકરોને પોતાના હાથે ચા પીવડાવીને તેમણે જે સ્નેહ દર્શાવ્યો, તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અમદાવાદના રણે ઉતર્યા છે. તેમણે શહેરના વિવિધ 4 વોર્ડમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો હતો. ખાસ કરીને બાપુનગર વોર્ડ મધ્યસ્થ કાર્યાલય ખાતે તેમની મુલાકાતે કાર્યકરોમાં નવો જોમ ભર્યો હતો.
આ પ્રચાર દરમિયાન DyCM હર્ષભાઈ સંઘવીએ પ્રવિણ પટેલ, જયેન્દ્રસિંહ સેંગર, જયશ્રીબેન દસરી અને જાગૃતિબેન પરમાર જેવા ભાજપના ઉમેદવારો માટે જનસમર્થન માંગ્યું હતું. કાર્યક્રમમાં એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યારે હર્ષભાઈ સંઘવીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને પોતાના હાથે કાર્યકર્તાઓને ચા પીવડાવી હતી. તેમણે ભાવુક સ્વરે જણાવ્યું કે, "આજે મને સૌ આગેવાનો અને પાયાના કાર્યકર્તાઓના સ્વાગતનો અવસર મળ્યો છે."
સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભાજપ આ વખતે નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. તેમણે ગત પરિણામોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "કાલે સાંજ સુધીમાં 300થી વધુ સીટ પર ભાજપનો વિજય થયો છે, જે દર્શાવે છે કે જનતાનો વિશ્વાસ અકબંધ છે." તેમણે કાર્યકરોને આદેશ આપતા કહ્યું કે આપણું મુખ્ય લક્ષ્ય લોકોની તકલીફો દૂર કરવાનું છે. અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનતાએ આ વખતે વિરોધીઓ સાથે 'ફાઈનલ હિસાબ' કરવાનું મન બનાવી લીધું છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
