News of Saturday, 14th November 2026
દીવાન બલ્લુભાઇ ક્રિકેટ કપઃ હીરામણિ સ્કૂલ સેમી ફાઇનલમાં

અમદાવાદમાં દીવાન બલ્લુભાઇ અન્ડર નાઇન્ટીન ક્રિકેટ કપ ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલમાં પ્રવેશેલ હીરામણિ શાળાની ટીમની તસ્વીર
રાજકોટ : સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયેલી દિવાન બલ્લુભાઈ કપ અન્ડર-૧૯ (મલ્ટી-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં S.M.Y. શાહપુર ટયુટોરીયલ હાઈસ્કૂલે ટોસ જીતીને બેટિંગ લીધી હતી.
S.M.Y.શાહપુર ટયુટોરીયલ હાઈસ્કૂલે પ્રથમ ઈનિંગ્સમાં ૪૫.૨ ઓવરમાં ૧૦ વિકેટે ૫૦ રન કર્યા હતાં. જેમાં હેમ પ્રજાપતિએ ૧૬.૨ ઓવરમાં ૫ રન આપીને ૫ વિકેટ, નીલ પુરાણીએ ૭ ઓવરમાં ૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
હીરામણિ સ્કૂલે પ્રથમ ઈનિંગ્સમાં ૯૫.૫ ઓવરમાં ૯ વિકેટે ૪૪૦ રન કર્યા હતાં. જેમાં જૈનિલ પટેલે ૧૭૯ બોલમાં ૧૦૦ રન, હસ્ત પટેલે ૧૪૫ બોલમાં ૧૦૬ રન અને આરવ કોઠારીએ ૫૧ બોલમાં ૫૫ રન કર્યા હતાં.
S.M.Y. શાહપુર ટયુટોરીયલ હાઈસ્કૂલે બીજી ઈનિંગ્સમાં ૩૦.૨ ઓવરમાં ૧૦ વિકેટે ૯૬ કર્યા હતાં. જેમાં નિહાલ પટેલે ૬ ઓવરમાં ૬ રન આપીને ૫ વિકેટ લીધી હતી.
આ મેચમાં હીરામણિ સ્કૂલનો એક ઈનિંગ્સ અને ૨૯૪ રનથી વિજય થયો હતો. ટીમને સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન અને સી. ઇ. ઓ. શ્રી ભગવત અમીને અભિનંદન આપ્યા હતાં.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
