News of Saturday, 28th November 2026
સુરતમાં 'ડાયમંડ ફેસેટ' થીમ પર બુલેટ ટ્રેન સ્ટેશન આકાર પામ્યું: મે 2027 સુધીમાં કાર્યરત થવાની આશા
આંત્રોલી ખાતે ત્રણ સ્તરનું સ્ટેશન, AC કોનકોર્સ અને દિવ્યાંગ સુવિધાઓ; મેટ્રો, BRTS અને નેશનલ હાઈવે-48 સાથે જોડાણની વ્યવસ્થા

સુરત : સુરત બારડોલી રોડ નજીક આંત્રોલી ગામ ખાતે ડાયમંડ ફેસેટ થીમ પર નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશન મે 2027 સુધીમાં કાર્યરત થવાની આશા સાથે આકાર પામ્યું છે, જે સુરત-બીલીમોરા વચ્ચે પ્રથમ તબક્કાની ટ્રેન સેવા શરૂ થવાની તૈયારીઓ વચ્ચે મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાઓ અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી પૂરી પાડશે. 26.3 મીટર ઊંચાઈ અને 58,352 ચોરસ મીટર બિલ્ટ અપ એરિયામાં તૈયાર થતા આ સ્ટેશનને ગ્રાઉન્ડ ફ્લોર, કોર્નકોર્સ ફ્લોર અને પ્લેટફોર્મ લેવલ એમ ત્રણ સ્તરે વિભાજિત કરાયું છે.
સિક્યોરિટી ચેકિંગ બાદના સમગ્ર અનપેઇડ કોનકોર્સને એર કન્ડિશન્ડ રખાયો છે, જ્યાં વેઇટિંગ લાઉન્જ, ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, લાઈવ ડિસ્પ્લે, કસ્ટમર કેર, બેબી ફીડિંગ રૂમ અને ફર્સ્ટ એઇડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
દિવ્યાંગજનો અને મહિલા મુસાફરોની સુવિધા માટે વાઇબ્રેશન હેંગર્સ, ગ્રેનાઇટ ફ્લોરિંગ સાથે રેમ્પ, ટેક્ટાઈલ પાથ-વે, ફાયર રેટેડ પેનલ્સ, બ્રેઇલ લિપિના સાઈનેજ બોર્ડ, પીવાના પાણી તથા ખાસ શૌચાલયોની વ્યવસ્થા કરાઈ છે.
ઓલ સ્ટોપ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવેલા આ સ્ટેશન પર 4 ટ્રેક અને 2 આઈલેન્ડ પ્લેટફોર્મ બનાવાયા છે, જ્યાં તમામ બુલેટ ટ્રેનો થોભશે અને પેઇડ એરિયામાં સુરતની સંસ્કૃતિ દર્શાવતી આર્ટ વોલ પણ તૈયાર થઈ રહી છે.
સુરત મહાનગરપાલિકા અને સુડાના સહયોગથી મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેશન હેઠળ પ્રસ્તાવિત મેટ્રો સ્ટેશન 280 મીટર અને BRTS સ્ટોપ 330 મીટર દૂર રહેશે, તેમજ નેશનલ હાઈવે-48, ચલથાણ, સિટી બસ સ્ટેન્ડ અને સુરત રેલવે સ્ટેશન સાથે ઝડપી જોડાણ મળશે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
