News of Monday, 19th October 2026
ઘોલેરા (સર)ના અદભુત રિસોર્ટ સ્થળની મુલાકાતે મુખ્યમંત્રી સહીતના મહાનુભાવો પધાર્યા
ઈન્ડીયાની પ્રતિષ્ઠિત IHCl ના ટ્રી ઓફ લાઈફ બ્રાન્ડે કામનાથ પ્રાઇવેટ લી. એ હાથ મિલાવ્યાઃ દેશના પ્રથમ ગ્રીન સ્માર્ટસીટીમાં અદભુત નિર્માણ કાર્ય રાજકોટના વતની પ્રિયર્વદનભાઈ કક્કડ, અવધ કક્કડ સહીતની ટીમ દ્વારા CM, CS ( મનોજ દાસ ) વિગેરેનું બહુમાન કરી સ્વાગત કરાયું

રાજકોટ તા. ૧૯ દેશનું સહુ પ્રથમ ગ્રીન ફિલ્ડ સમાર્ટ સીટી એટલે વડા પ્રધાન નરેન્દ્રભાઈનો ગુજરાતનો ડ્રિમ પ્રોજેક્ટ ઘોલેરા સર પ્રોજેક્ટ, જ્યાં દેશના ટોચના ઉદ્યોગ ગ્રહ અદાણી ગ્રુપના ગૌતમ અદાણી અને બોલીવુડની નામાંકિત સેલિબ્રેટીઓનું ઇન્ટ્રેસ દાખવી રહી છે, તેવા આ ઘોલેરા સર ખાતે મૂળ રાજકોટના વતની એવા કામનાથ પ્રાઇવેટ લી. ના મેનેજીંગ ડાયરેક્ટર પ્રિયવંદનભાઈ કકકડ દ્રારા અધ્યતન રિસોર્ટના નિર્માણ સ્થળની મુખ્ય મઁત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ચીફ સેક્રેટરી મનોજ દાસ સહીત ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ચીફ સેક્રેટરી મનોજ દાસ સહીત વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવોનું સ્વાગત પ્રિયવદનભાઈ કક્કડ, યુવા ડાયરેક્ટર અવધ કકકડ અને ટીમ દ્રારા થયેલ.
આ અદ્યતન રિસોર્ટનું સંચાલન દેશની પ્રતિષ્ઠિત IHCL ની ટ્રી ઓફ લાઇફ બ્રાન્ડ દ્રારા થશે.
ધી ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) એ ટ્રી ઓફ લાઇફ રિસોર્ટ્સ એન્ડ હોટેલ્સની ઓપરેટિંગ કંપનીમાં ૫૫% હિસ્સો હસ્તગત કરીને વ્યૂહાત્મક જોડાણ કર્યું છે (અંબુજા નેઓટિયા ગ્રુપ સાથે ભાગીદારીમાં). આ જોડાણનો ઉદ્દેશ બુટિક, ઓફબીટ લેઝર પ્રોપર્ટીના ફૂટપ્રિન્ટને વિસ્તારવાનો છે.
ટ્રી ઓફ લાઇફ પ્રોપર્ટીને ત્રણ અલગ અનુભવોમાં વહેંચવામાં આવી છે.
ટ્રી ઓફ લાઇફ કલેક્શન્સઃ પરિવાર અને નાના જૂથના મેળાવડા માટે રચાયેલ નાના, ઇન્ટિમેટ, પ્રકળતિથી ઘેરાયેલા સ્થળો.
ટ્રી ઓફ લાઇફ એક્સપ્રેશન્સ પ્રાઇવેટ પૂલ, હાઇ સ્પેશિયલ લક્ઝરી અને ઊંડા સાંસ્કળતિક અથવા હેરિટેજ અનુભવ સાથેની લક્ઝરી વિલા પ્રોપર્ટી.
મુલાકાત સમયે મુખ્ય મંત્રીના સલાહકાર હસમુખભાઈ અઢિયા, એસ. એસ. રાઠોડ, પી. ભારતી, કુલદીપ આર્યા વિગેરે પણ ઉપસ્થિત રહેલ.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
