<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ગુજરાત પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગની કુલ 3,000 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત

લોકરક્ષક દળની 2,841 જગ્યાઓ સહિત ટેકનિકલ કેડરની વિવિધ જગ્યાઓની ભરતી:ઓનલાઇન અરજી પ્રક્રિયા 26 નવેમ્બરથી શરૂ થશે

અમદાવાદ :ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગની કુલ 3,000 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં લોકરક્ષક દળની 2,841 જગ્યાઓ સહિત ટેકનિકલ કેડરની વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે. ભરતી માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા 26 નવેમ્બરથી શરૂ થશે. ઉમેદવારો 26 નવેમ્બરના બપોરે 2 વાગ્યાથી ઓનલાઇન અરજી કરી શકશે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. પોલીસ વિભાગમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ એક મોટી તક છે. ભરતીને લઈને યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં ભરતીની સત્તાવાર જાહેરાતમાં લાયકાત, વયમર્યાદા, શારીરિક કસોટી અને પસંદગી પ્રક્રિયા અંગેની વિગતો ચકાસવી જરૂરી છે

(11:43 AM IST)