તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૬ શુક્રવાર
News of Tuesday, 21st April 2026
સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકો માટે તાલીમમાં વિસંગતતાથી અસંતોષ
ટેકનિકલ શિક્ષણ નિયામક કચેરીની પધ્ધતિ સામે રજુઆત

રાજકોટ તા.૨૧: ગુજરાત રાજય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજયપત્રિત અધિકારી મંડળ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર પાઠવી રાજયની ટેકનિકલ શિક્ષણ નિયામક કચેરી દ્વારા સરકારી ઇજનેર કોલેજોના અધ્યાપકોની તાલીમ બાબતે બેવડા ધોરણો અપનાવાતા હોવાની રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયુ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અધ્યાપકોને ગુણવત્તાસભર તાલીમ આપવા માટે NITTTR જેવી સંસ્થાઓ સ્થાપિત કરવામાં આવી છે અને આ માટે કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી સ્ટાફ તેમજ ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવી છે. છતાં છેલ્લા ૦૬/૦૮ મહિનામાં CTE Office દ્વારા NITTTR ના વાર્ષિક ટ્રેનીંગ કેલેન્ડરમાં દર્શાવેલ તાલીમ કાર્યક્રમો ને TNA Portal પર ચડાવવામાં આવતા નથી જેથી અધ્યાપક ને ઈચ્છા/અનુકુળતા હોવા છતાં NITTTR ની તાલીમ લઈ શકતા નથી. તેમ મંડળના પ્રમુખ પ્રો.ડી.એસ. પટેલ અને મહામંત્રી ડો.પંકજ પી. પ્રજાપતિ જણાવે છે.
સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપક સંગઠને નીચે મુજબ માંગણી કરી છે
૧) GECS ખાતે આયોજિત અથવા NITTTR દ્વારા સૂચિત તાલીમ માટે મંજુરી ન આપી અન્ય સંસ્થાઓ ખાતે અધ્યાપકદીઠ સરકાર તરફથી ઉંચી જ્ફૂફૂત ચૂકવીને અધ્યાપકોને ફરજીયાત તાલીમ માં મોકલવા પાછળના કારણોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. ૨) GECs ખાતે આયોજિત અથવા NITTTR દ્વારા સૂચિત તાલીમ ની દરખાસ્ત અનુસાર સત્વરે TNA Portal પર ચડાવવામાં આવે. ૩) અધ્યાપકો ને ટ્રેનિંગ માટે ના ઓર્ડર ૧ અઠવાડીયા પહેલા આપવામાં આવે. ૪) Online MOOC તાલીમ અધ્યાપક તેની નિયત શૈક્ષણિક ફરજો ઉપરાંત ના સમય માં કરતા હોય, તેમના શૈક્ષણિક કાર્યભાર ની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની કે તેમને TA-DA ચુકવવા જેવી કોઇ બાધાઓ ન હોય, હાલ પ્રત્યેક MOOC Training માટે CTE Office દ્વારા જે ૫૦ અધ્યાપકોની મર્યાદા બાંધેલ છે તે દુર કરવી. ૫) અધ્યાપકોને એમની ઇચ્છા વિરુદ્ધ તાલીમ માટે ફરજિયાત મોકલવામાં ન આવે
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
