તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Thursday, 30th July 2026
અરવલ્લી જિલ્લામાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે જિલ્લા તંત્ર એલર્ટ
નદી-નાળાંના કિનારાથી દૂર રહેવા, જરૂરી દવાઓ અને આવશ્યક સામાન સાથે તૈયાર રહેવા તથા વીજળીના તાર અને પાણીના તેજ વહેણથી દૂર રહેવાની અપીલ

અરવલ્લી જિલ્લામાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે જિલ્લા તંત્ર એલર્ટ પર આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન અને અધિક કલેક્ટર ડી.વી. મકવાણાએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. નદી-નાળાંના કિનારાથી દૂર રહેવા, જરૂરી દવાઓ અને આવશ્યક સામાન સાથે તૈયાર રહેવા તથા વીજળીના તાર અને પાણીના તેજ વહેણથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા પણ તંત્રએ અનુરોધ કર્યો છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
