<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા વધતી જતી મોંઘવારીના મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન: આવેદનપત્ર અપાયું

ભૂતકાળમાં ભાજપના નેતાઓ જે મોંઘવારીને 'ડાયન' કહેતા હતા, તે જ મોંઘવારી હવે ભાજપની 'ડાર્લિંગ' બની ગઈ: ડો , કરન બારોટ

અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વધતી જતી મોંઘવારીના મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજીને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. 

 પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટે સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ગરીબના ઘરમાં ચૂલો સળગે છે કે નહીં તેની ભાજપના નેતાઓને કોઈ ચિંતા નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભૂતકાળમાં ભાજપના નેતાઓ જે મોંઘવારીને 'ડાયન' કહેતા હતા, તે જ મોંઘવારી હવે ભાજપની 'ડાર્લિંગ' બની ગઈ છે. ડો. બારોટે વધુમાં ઉમેર્યું હતું કે ખાદ્ય ચીજોની મોંઘવારી 8% અને જથ્થાબંધ મોંઘવારી 12% ને પાર પહોંચી ગઈ છે, તેમજ કાળાબજારી કરનારા વેપારીઓ બેફામ નફાખોરી કરી રહ્યા હોવાથી સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે.

(12:11 AM IST)