News of Friday, 11th September 2026
વડોદરામાં ગણપતિ યાત્રા દરમિયાન નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનારા DJ સંચાલક સામે પોલીસની કાર્યવાહી
ગણપતિ યાત્રામાં ઉશ્કેરણીજનક ગીતો વગાડવામાં આવ્યા:પોલીસે DJ સિસ્ટમ જપ્ત કરી સંચાલકને પોલીસ સમક્ષ બોલાવી માફી મંગાવી

વડોદરામાં ગણપતિ યાત્રા દરમિયાન નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનારા DJ સંચાલક સામે પોલીસે કાર્યવાહી કરી છે. ગણપતિ યાત્રામાં ઉશ્કેરણીજનક ગીતો વગાડવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે DJ સિસ્ટમ જપ્ત કરી સંચાલકને પોલીસ સમક્ષ બોલાવી માફી મંગાવી હતી. આ મામલે પોલીસે DJ સંચાલક સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે ગણપતિ યાત્રા દરમિયાન નિયમોનું પાલન કરવા અને ઉશ્કેરણીજનક ગીતો ન વગાડવા અંગે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
