News of Wednesday, 25th November 2026
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા 'નશા મુક્ત ભારત' અભિયાન:એક જ દિવસમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોની હેરાફેરીના કુલ 4 કેસ ઝડપી પાડીને મોટી સફળતા
ડભોઈ, કરજણ, ચાણોદ અને વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દરોડા પાડીને 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો : કુલ 4 આરોપીઓની ધરપકડ

વડોદરા જિલ્લામાં નશાના કારોબારને ડામવા માટે 'નશા મુક્ત ભારત' અભિયાન અંતર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંગે જિલ્લા પોલીસ વડા (SP) સુશીલ અગ્રવાલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પોલીસની અલગ-અલગ ટીમોએ માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં જ ડ્રગ્સ અને નશીલા પદાર્થોની હેરાફેરીના કુલ 4 કેસ ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહી દરમિયાન ડભોઈ, કરજણ, ચાણોદ અને વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દરોડા પાડીને 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, અને અન્ય સાધનો મળીને કુલ 3 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો છે. પોલીસે આ ચારેય કેસમાં સંડોવાયેલા કુલ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, અને હાલ આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં આરોપીઓની સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
