ગરમી આઉટ ઓફ કંટ્રોલ
ત્રણ રાજ્યોમાં ગરમીએ ૧૧ લોકોનો જીવ લીધો : કેરળમાં વરસાદને કારણે સાતના મોત : વીજળીની માંગ ૨,૩૫,૦૦૦ મેગાવોટ પર પહોંચી : દેશમાં વીજળીના વપરાશનો સર્વકાલીન રેકોર્ડ ટૂંક સમયમાં તૂટી શકે છે : દેશના ૧૦ સૌથી ગરમ શહેરોમાં રાજસ્થાનના ૬ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે : બાડમેરમાં તાપમાનનો પારો ૪૮.૮ ડિગ્રી નોંધાયો હતો : અન્ય શહેરોમાં પણ તાપમાન ૪૭ ડિગ્રીથી ઉપર છે10:51 AM IST
કેરળમાં બેરોજગારી સૌથી વધુઃ દિલ્હીમાં સૌથી ઓછી : લેબર ફોર્સ સર્વેનો રિપોર્ટઃ ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી (૩.૧%) સિવાય સૌથી ઓછી બેકારીના દરવાળા રાજ્યોમાં ગુજરાત (૯%) અને હરિયાણા (૯.૫ %) : ૧૫ થી ૧૯ વય વર્ગમાં બેરોજગારી મામલામાં કાશ્મીર, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશા ટોચના ૫ રાજ્યોમાં સામેલ10:50 AM IST
છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ૩૩૮ ઉમેદવારો કરોડપતિ : સાતમા તબક્કામાં સંખ્યા ૨૯૯ : છઠ્ઠા તબક્કામાં ૨૧ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે, જયારે સાતમા તબક્કામાં ૨૨ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે : છઠ્ઠા તબક્કામાં ૩૩૨ ઉમેદવારોએ ૫ થી ૧૨મા ધોરણ વચ્ચેની તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી છેઃ ૧૫૧ ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયા છેઃ જયારે ૧૩ ઉમેદવારોને દોષિત ઠેરવવામાં આવ્યા છે9:55 AM IST
હવે ભારતમાં રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટનું ઉત્પાદન કરાશે; 54 વર્ષમાં પહેલી વખત ઈંગ્લેન્ડ બહાર પ્રોડક્શન થશે : ભારતમાં આ ગાડીઓની કિંમત 18-22 ટકા સુધી ઘટી જશે: અત્યાર સુધી રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ મોડલનું ઉત્પાદન ફક્ત બ્રિટનમાં જગુઆર લેન્ડ રોવરના સોલિહુલ પ્લાન્ટમાં થતું હતું 11:53 PM IST
દસ્તાવેજી ફિલ્મ નિર્માતા મોર્ગન સ્પુરલોકનું 53 વર્ષની વયે અવસાન : સુપર સાઈઝ મી ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી : મોર્ગને તેની ડોક્યુમેન્ટ્રી બનાવવા માટે પોતાના પર પ્રયોગ કર્યો અને તેની ડોક્યુમેન્ટરીમાં ખોરાકની અસરોને કેદ કરી; તેમની ડોક્યુમેન્ટરી સમગ્ર વિશ્વમાં લોકપ્રિય હતી અને ખોરાક વિશે ચર્ચા જગાવી હતી 11:35 PM IST
રાજસ્થાનમાં ભયંકર ગરમીનું મોજું : ત્રણ દિવસમાં 15 લોકોના મોત: અનેક શહેરોમાં પારો 48 ડિગ્રીને પાર : બાડમેર શહેરમાં બપોરે તાપમાન 48.6 ડિગ્રી,સરહદ નજીક 48.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું બીકાનેરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં યુદ્ધાભ્યાસ દરમિયાન સૈનિક સંદીપ કુમારનું મૃત્યુ10:18 PM IST
સીએમ મોહન યાદવે કહ્યું- રસ્તા પર નમાજ પઢવાની માહિતી ક્યાંયથી આવવી ના જોઈએ: કાનૂન સાથે કોઈ સમજૂતી નહીં : ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના અનિયંત્રિત ઉપયોગ પર પ્રતિબંધનો કડક અમલ કરો: ખુલ્લામાં માંસના વેચાણ પર પણ નજર રાખવી જોઈએ ;મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ: કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા દરમિયાન સીએમ મોહન યાદવે આપ્યા નિર્દેશ8:56 PM IST
બાબા બાગેશ્વર પહોંચ્યા ઇસ્લામિક દેશ UAE : દરબાર લગાવવા ગયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ દુબઈની સુંદરતાના કર્યા વખાણ : કહ્યું- અદભુત જગ્યા છે : ધીરેન્દ્ર શાસ્ત્રીએ UAEની ખૂબ પ્રશંસા કરી:તેણે દુબઈમાં ડેઝર્ટ સફારી પણ માણી:દુબઈમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું અબ્દુલ્લા ગ્રુપના ચેરમેન ડૉ.બી.યુ.અબ્દુલ્લાએ ગુલાબ આપીને સ્વાગત કર્યું6:22 PM IST
લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા રવિવારે પરિચય પસંદગી સમારોહ : ૪૦૯ યુવક-યુવતિ ભાગ લેશે : ઉમેદવારો અને ઉપસ્થિત તમામને બીએસએનએલનું સીમકાર્ડ વિનામુલ્યે : સાંજે ભોજનની વ્યવસ્થા : સમગ્ર કાર્યક્રમનું ફેસબુક પર કરાશે લાઇવ પ્રસારણ : બે વિશાળ સ્ક્રીન પર સતત ડીસ્પ્લે : ફ્રાન્સ, પેરીસ, ફલોરીડા, ઓમાન, મસ્કત એમ દેશ-વિદેશથી મહેમાનો ઉપસ્થિત રહેશે4:49 PM IST
આજે શા માટે ઉજવાય છે નેશનલ બ્રધર્સ ડે ?4:13 PM IST
રજનીકાંતને દુબઇ સરકાર તરફથી ‘ગોલ્ડન વીઝા'2:46 PM IST
છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ૩૩૮ ઉમેદવારો કરોડપતિઃ સાતમા તબક્કામાં સંખ્યા ૨૯૯ : છઠ્ઠા તબક્કામાં ૨૧ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે, જયારે સાતમા તબક્કામાં ૨૨ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે : છઠ્ઠા તબક્કામાં ૩૩૨ ઉમેદવારોએ ૫ થી ૧૨મા ધોરણ વચ્ચેની તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી છેઃ ૧૫૧ ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયા છેઃ જયારે ૧૩ ઉમેદવારોને દોષિત ઠેરવવામાં આવ્યા છે12:09 PM IST

ચૂંટણીનો બહિષ્કાર

વિરોધ પ્રદર્શન

સમર્થકો.....

ચૂંટણી કામગીરી.....

એશિયન તાઈકવૉન્ડો ચેમ્પિયન્સ.....

નાગોલે ખાતે એક માતા ખાડામાં બેસીને વિરોધ કરે છે, જે અધિકારીઓએ સમારકામ કર્યું નથી તેના પર ગુસ્સે છે. તેણી કહે છે કે તેના બાળકો ખાડાને કારણે પડી ગયા હતા. તેણીએ કહ્યું કે ઉપ્પલથી નાગોલ સુધી ૩૦ ખાડાઓ છે.

મહિલા કામદારોને જંતુનાશકો છંટકાવ માટે ડ્રોન પાયલોટ તરીકે તાલીમ આપવામાં આવે છે, જેનાથી ખેડૂત સમુદાય માટે આ કામ ખૂબ સરળ બને છે.

ચાર ધામ યાત્રાના ભક્તોને કેદારનાથ લઈ જઈ રહેલા હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખરાબી સર્જાઈ હતી જેના કારણે તે દુર્ઘટનાગ્રસ્ત થતાં રહી ગયું હતું. છ તીર્થયાત્રીઓ સહિત સાત લોકોને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરને ટેક્નિકલ ખામીના કારણે કેદારનાથ હેલિપેડ પાસે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

બ્રાઝિલ પોલીસ નદીઓ અને સ્વેમ્પ્સમાં ગુનેગારોનો સામનો કરવા માટે પાણીની ભેંસોનો ઉપયોગ કરે છે.

જાણીતા ભારતીય અભિનેતા રજનીકાંતે Abu Dhabi Mandir ની મુલાકાત લીધી

ધ્રુવ ફિલિપાઈન્સમાં ભારતીય નેવી ટાસ્કફોર્સનો ભાગ છે. HAL એ ફિલિપાઇન્સ નેવી અને કોસ્ટ ગાર્ડને લાઇન ઓફ ક્રેડિટ પર યુટિલિટી અને SAR ભૂમિકાઓ માટે ઓફર કરે છે.
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રજાને જંત્રી વધારાનો ઝટકો રાજ્ય સરકાર આપી શકે છે : આંતરિયાળ ગામડાના વિસ્તારમાં જંત્રીના નવા દરોનો વધારો લાગુ નહીં પડે ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિના સુધીમાં સુધારેલા નવા જંત્રીના દરો લાગુ કરાશે: નવા જંત્રીના દરો લાગુ પડવાના પરિણામે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં બજાર ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે11:22 PM IST
ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર-બિયારણ અને દવા મળી રહે તે માટે સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા રાજ્યભરમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ : એકત્ર કરાયેલા બિયારણના ૨૧૦ - ખાતરના ૫૧ - દવાના ૨૯ એમ ૨૯૦ નમૂનાઓ માન્યતા પ્રાપ્ત વિવિધ લેબમાં પૃથક્કરણ માટે મોકલાશે :234 જેટલી નોટિસ ઈશ્યુ કરાઈ : બિયારણ -ખાતર અને દવાનો અંદાજે રૂ. ૧.૬૮ કરોડની કિંમતનો જથ્થો અટકાવાયો7:58 PM IST
લગ્ન કરવા અને ઘરનું મકાન ખરીદવા માટે પાંચ મહિના સુધી ચોરીઓ કરવાનો પ્લાન ઘડ્યો! મકાન છોડો (ભગવાન) મંદિરને પણ એ તસ્કરે છોડ્યા નહિ : પોલીસ કમિશનર નરસિંહમા કોમારમી મિલકત વિરોધી રીઢા અપરાધીઓને દબોચી લેવાની ઝુંબેશ એડી. સીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિંહ રાઠોડના માર્ગદર્શનમાં આગળ ધપે છે : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર.જે જાડેજા, એચ. ડી. તુવેરાં ટીમની આગેવાનીમાં લાખોનાં મુદ્દામાલ સાથે બે લોકોને પીએસઆઈ પી. એએમ. ધાકડા અને સ્ટાફ દ્વારા ઝડપી લેવાયા રસપ્રદ કથા4:00 PM IST
સાગબારા મામલતદાર કચેરીમાં અધિકારી એસી માં બેસે છે, જ્યારે કર્મચારીઓ અને લોકો માટે પંખા પણ નથી : હાલ પડતી આકરી ગરમીમાં મામલતદાર તો એસીમાં બેસી કામ કરે છે પણ કર્મચારીઓ અને અન્ય લોકો માટે પંખાની પણ યોગ્ય વ્યવસ્થા નથી:કલાસ - ૧ માં આવતા અધિકારીઓ કદાચ એસી લગાવી શકતા હોય પરંતુ અહીંયા તો મામલતદારે તેમની કચેરીમાં એસી લગાવ્યું ,એ નિયમ વિરુદ્ધ હોવા છતાં કેમ કોઈ પગલાં લેતું નથી11:30 PM IST
કડક કાયદો જરૂરી : રાજપીપળામાં માર્ગો ઉપર રખડતા અસંખ્ય મૂંગા પશુઓની માલિકોને કોઈજ ચિંતા નથી : અવાર નવાર રોડ પર ફરતા ગાય, ભેંસ સહિતના મૂંગા પશુઓને વાહન દ્વારા અકસ્માત થાય છે તથા રસ્તા ઉપર ગાયોની સુવાવડ થાય છે તેમ છતાં માલિકો લાપરવાહ:ફક્ત દુધાળા પશુઓ ને સાચવતા અને દૂધ નહિ આપતા પશુને આખો દિવસ રસ્તા પર છોડી મૂકનાર માલિકો માટે પણ કડક કાયદો હોવો જોઈએ11:19 PM IST
જૈન સાધ્વીવર્યા પ્રવર્તિની પ. પૂ. બેન મ.સા.ના ૭૫મા સંયમ વર્ષના આરંભ અવસરે ભવ્ય ઊજવણી : ૨૬ મે ને રવિવારે સવારે ૮.૩૦ કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘સંયમ અનુમોદના' મહાસભાઃ રાત્રે ૮ કલાકે ‘નારી તું નારાયણી' જિનભક્તિ લોકડાયરામાં ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ અને પ્રવીણ ખાચર રમઝટ બોલાવશેઃ ગીતાર્થ ગચ્છાધિપતિ પ. પૂ. રાજયશસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં અમદાવાદ સ્થિત શ્રી સોલારોડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ખાતે દેશ-વિદેશના ગુરુભક્તો દ્વારા પ્રેરક આયોજન11:11 AM IST
ધગધગતુ રાજકોટ ૪૧.૪ ડીગ્રી4:50 PM IST
પીડીયુ સિવિલ હોસ્પિટલે આ વર્ષમાં પીએમજેએવાય અને મા યોજના હેઠળ ૧૨ કરોડ મેળવ્યાઃ રાજ્યમાં પહેલો નંબર : આરોગ્ય વિભાગે ગઇકાલે ખાસ નોંધ લઇ પીડીયુ સિવિલ હોસ્પિટલ ટીમની કામગીરી વખાણી : નોડલ ઓફિસર ડો. મહેન્દ્ર ચાવડા, ડો. અલ્પા જેઠવા, ડો. હર્ષા પટેલની ટીમે બે વર્ષમાં જ આવક ૧૨ કરોડે પહોંચાડીઃ તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ પણ અભિનંદન આપ્યા : એક જ વર્ષમાં ૧૨ કરોડ મળ્યા તેમાંથી દર્દી માટે દવા, સાધનો ખરીદી શકાશેઃ સરકાર પાસેથી ગ્રાન્ટ નહિ લેવી પડેઃ પીએમજેએવાય વિભાગ આગામી સમયમાં ૨૪ કલાક ધમધમશે : સરકાર યોજના અંતર્ગત કાર્ડ દિઠ રૂા. ૩૦ વીમા કંપનીને ચુકવેઃ વીમા કંપની દર્દી જે હોસ્પિટલમાં સારવાર લે ત્યાં પેકેજ મુજબ રકમ ચુકવેઃ જો કાર્ડનો ઉપયોગ થાય તો વીમા કંપની જે રકમ ચુકવે તે હોસ્પિટલને મળેઃ કાર્ડનો ઉપયોગ ન થાય તો વીમા કંપની કમાય3:24 PM IST
સંગીત એ મારા આત્માનો ખોરાક છે : ભગીરથ ભટ્ટ : સૌરાષ્ટ્રના સિતાર સાધક ભગીરથભાઇ ભટ્ટ ‘મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર'થી સન્માનિત : સોનુ નિગમ, હૃદયનાથ મંગેશકર, ઉસ્તાદ અમજદ અલી ખાન, રૂપકુમાર રાઠોડ વગેરેને મળ્યો છે મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર : જેમાં સિતાર વાદ્યમાં આ એવોર્ડ સન્માન ગુજરાતના સિતારવાદક તરીકે ભગીરથભાઇને મળ્યું : મને ભગવાને બધુ આપ્યું છે જેથી અભરખા કોઇજ નથી : બધું બહુ સહજ રીતે ચાલી રહ્યું છે : જયાં સુધી સાધક ભાવ હશે ત્યાં સુધી આગળ વધી શકવાની સંભાવના : છે, પણ જયારે આવડી ગયું એ ભાવ આવે ત્યારે પૂર્ણવિરામ મુકાઈ જશે : ભગીરથભાઈએ સૌપ્રથમ સિતાર પર ઓફિશિયલ બોલીવુડ કવર સોંગ મૂકેલું હતું : સંગીત એ અનંત યાત્રા છે એટલે જયાંથી જ્ઞાન મળે તેટલું મેળવું છું : આજના યુગ પ્રમાણે સંગીત એ જ છે પણ પેકેજીંગ બદલતા રહે છે : સિતારમાં ગરબાની ધૂન વગાડી લોકોને ગરબા રમવા વિવશ કરી દીધા3:41 PM IST
ગાંધીગ્રામ અને ભચાઉમાં ત્રણ મકાનમાં ચોરી કરનારા અનવર અને ઓસમાણ પકડાયા : ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ. આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એ. એન. પરમાર તથા ટીમના એ.એસ.આઇ. જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા અને કોન્સ. ગોપાલભાઇ પાટીલની બાતમીઃ રોકડ-દાગીના મળી રૂા. ર.૪૭ લાખનો મુદ્દામાલ કબ્જે4:06 PM IST
કોઠારીયામાં તાલુકા મામલતદારની નોટીસો : ૭મી જૂને ડીમોલીશન : મામલતદાર મકવાણાની સૂચના બાદ નાયબ મામલતદાર ગોહિલ ગઇકાલે સાંજે રૂબરૂ દોડી ગયાઃ નોટીસો ફટકારી... : સ્વાતિ પાર્ક મેઇન રોડ આસપાસ સર્વે નં. ૧૬૩ ની પ૦ કરોડની ૧૬ હજાર ચો.મી. જમીન પર વંડા-દૂકાનો-ગેરેજ-ર૦ મકાનોનું દબાણ... : કલેકટરના અધ્યક્ષપદે સવારે ૧૧-૩૦ વાગ્યાથી R.O. મીટીંગ શરૂઃ દબાણો-ધાર્મીક દબાણો-અધધધ પેન્ડીંગ ફાઇલો-મતગણત્રી-કોર્ટ કેસો-પુરવઠા વિધવા-વિધૂર સહાય-પાણીનો દેકારો સહિતના રર જેટલા મુદ્દાઓ અંગે થઇ રહેલી સમીક્ષા...2:46 PM IST
ધોમધખતા તાપમાં ૬૩ વર્ષના શાંતિલાલ કાલાવડ રોડ પર શાકભાજીના થડા પાસે ઢળી પડયા : મોત : અવધના ઢાળ પાસે વીર સાવરકરનગર ક્વાર્ટરમાં રહેતાં હતાં: લૂ લાગી ગયાની અથવા હાર્ટએટેક આવી ગયાની શક્યતા : બકાલુ વેંચતા મહિલા સહિતે સીપીઆર આપવા પ્રયાસ કર્યોઃ માથાકુટની વાત વહેતી થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એમ. હરિપરા અને ટીમ પહોંચીઃ મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવાયું: વડિલના મૃત્યુથી પરિવારમાં શોક2:46 PM IST
વીજતંત્રમાં વિક્રમ : ગઇકાલે ૧ દિ'માં આખા ગુજરાતમાં પ૧ કરોડ યુનિટ વીજ વપરાશ થયો : પ૦૦ કરોડની વીજળી વપરાઇ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે ૧ દિ'માં ૧પ૦ કરોડની ૧પ કરોડ વીજ યુનિટનો ઉપયોગ થયો : રાજયમાં સતત ત્રીજી વખત વીજ માંગ ર૪ હજાર મેગાવોટને વટાવી ગઇ : ગઇકાલે વીજમાંગ ર૪૭૦૦ મેગાવોટે પહોચી 2:46 PM IST
CBSE ધો. ૧૧ અને ૧રની નવી પરીક્ષા પધ્ધતિઃ મક્કમ પ્રગતિ સાથે ફાયદા-પડકારો : ‘નયા ભારત': એજયુકેશન પેટર્નના લેખાજોખાઃ લાખો વિદ્યાર્થીઓ ઉપર અસર : - કેલ્કયુલેશન એસેસમેન્ટ, પ્રેકટીકલ એકઝામ, પ્રોજેકટ વર્ક, કોમ્પીટન્સી બેઝડ કન્સેપ્ટ, કોમ્યુનિકેશન એન્ડ કેપેસિટી બિલ્ડીંગ એકસરસાઇઝ, ક્રિએટીવિટી, મોનિટરીંગ, ફીડબેક, ટ્રેનિંગ વર્કશોપ વિગેરે બાબતો કેન્દ્રમાં રહેશે - વિદ્યાર્થીઓએ પરંપરાગત શિક્ષણ પધ્ધતિમાંથી બહાર આવવું પડશેઃ શિક્ષકોએ પણ સજજતા કેળવવી પડશેઃ સ્કૂલોએ વ્યાપક પરિવર્તનો કરવા પડશે..3:19 PM IST
રાણાવાવના હનુમાનગઢમાં કેરીના બાગમાં ઝેરી અસરથી શિલ્પાનું મોતઃ સાસરિયાએ દવા પાઇ દીધાનો આક્ષેપ : જામજોધપુરના વાંસજાળીયાની પરિણીતાના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: છ માસનો પુત્ર મા વિહોણો : પિતા બટુકભાઇ પરમારે કહ્યું- દિકરીને પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી સતત મારકુટ કરતાં, જમવાનું આપતાં નહિઃ ઉપલેટા, ગોંડલ સારવાર અપાવ્યા બાદ રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની12:18 PM IST
વિશ્વભરના રાજકારણ, યુદ્ધ અને સંરક્ષણ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: યુક્રેન યુદ્ધમાં રશિયાએ સાત લાખથી વધુ સૈનિકો ગુમાવ્યા હોવાના નવા અંદાજથી ભારે હાહાકાર : રશિયાની સરકારી આંકડાકીય એજન્સી રોસસ્ટેટના લીક થયેલા ડેટા અને સ્વતંત્ર મીડિયાના વિશ્લેષણમાં મોટો ખુલાસો થતા આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ખળભળાટ: નોંધાયેલા મૃત્યુ અને ગુમ થયેલા સૈનિકોને ગણતરીમાં લેતા આંકડો 7 લાખને પાર પહોંચ્યાના દાવા વચ્ચે યુદ્ધની ભયાનકતા પર નવેસરથી ચર્ચા5:39 PM IST
કાર્યસ્થળ અને ટેકનોલોજી જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: 96% ભારતીય કર્મચારીઓ નિયમિત રીતે AI ટૂલ્સનો ઉપયોગ કરતા હોવાનો દાવો: એશિયા-પેસિફિકના 9 દેશોમાં ભારત સૌથી અગ્રેસર : BCG ના નવા 'APAC AI at Work' સર્વેમાં મોટો ખુલાસો થતા કોર્પોરેટ અને ટેક વર્તુળોમાં ખળભળાટ:ભારતીય કર્મચારીઓ દર અઠવાડિયે સરેરાશ 15 કલાક બચાવતા હોવા છતાં માત્ર 38% કર્મચારીઓને જ કંપનીના AI લક્ષ્યની સ્પષ્ટ સમજ હોવાના અહેવાલથી ચારેકોર ચર્ચા અને ચકચાર5:40 PM IST
















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





















































































































































































































