<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

૯૯.૯૬ ગ્રામ ડ્રગ્‍સ સાથે ૧ આરોપી ઝડપી લેવાતા ડ્રગ્‍સ સીન્‍ડીકેટમાં ભૂકંપ સર્જાયો

નો ડ્રગ્‍સ ઈન ગુજરાત, CID વડા ડો. કે. એલ. એન. રાવના અભિયાનને એસપી લોકેશ યાદવના નેતૃત્‍વમાં ગણતરીના કલાકોમાં બમ્‍પર સફળતા મળીઅમદાવાદ ઝોનના પી.આઇ. કે.બી. રાજવી, પીએસઆઇ એમ. એન. આદરેજીયાની રાહબરીમાં ANTF નો સપાટો


 

રાજકોટ તા.૧૦: નો ડ્રગ્‍સ ઈન ગુજરાત અભિયાન પૂર જોશમાં જેના માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે, તેવા રાજ્‍યના CID ક્રાઇમ વડા ડો. કે.એલ.એન. રાવના વડપણ નીચેના ANTF દ્વારા સરહદી વિસ્‍તારમાંથી બોર્ડર વિંગ દ્વારા ડીસામાં કરોડોનું હેરોઈન કબજે કરવાના ગણતરીના કલાકોમાં ANTF અમદાવાદ ઝોનને પણ મોટી સફળતા મળી છે.

પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક કે.ડી. બાંભલાના માર્ગદર્શન હેઠળ ANTF અમદાવાદ ઝોનની ટીમે ખાનગી બાતમીના આધારે પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ-૭, કળષ્‍ણનગર (નવા નરોડા), અમદાવાદ ખાતે દરોડો કર્યો હતો.દરોડા દરમિયાન ૯૯.૯૬ ગ્રામ મેફેડ્રોન (MD) નો જથ્‍થો કબજે કરી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્‍યો છે. પકડાયેલ આરોપીઃ મહેશ જગમાલરામ મુંજા (બિશ્નોઈ), ઉ.વ.૨૫, રહે.ભીમસાગર, જોધપુર, રાજસ્‍થાન. નહિ પકડાયેલ આરોપીઃ શાલુ ઉર્ફે સનાયા બિશ્નોઈ, રહે.ગામ બારા, તા.ફલોદી, જોધપુર, રાજસ્‍થાન. મુદ્દામાલઃ MD ૯૯.૯૬ ગ્રામ કિં.રૂ.૨,૯૯,૦૭૦/- , ૩ મોબાઇલ કિં.રૂ.૪૫,૦૦૦/- સહિત કુલ રૂ.૩,૪૪,૨૨૦/-, આ અંગે NDPS એક્‍ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ANTF ગાંધીનગર ઝોન ટેકનીકલ સર્વેલન્‍સને સોંપવામાં આવી છે.

કામગીરી કરનાર ટીમઃ PI કે.બી.રાજવી, PSI એમ.એન.આદરેજીયા, WPSI કે.ઓ. ઓઝા, હે.કો. એડવિન એલેકઝાંડર, હે.કો. મનોજકુમાર કાંતીલાલ, પો.કો. કૌશિકભાઈ જગદીશભાઈ, પો.કો. નીરવભાઈ પ્રભાભાઈ, પો.કો. જેશાભાઈ દિનેશભાઈ, પો.કો. હિતેશકુમાર રામજીભાઈ તથા ટેકનીકલ સેલના જતીન શેલતભાઈ રાવલ અને આદિત્‍ય જગદીશચંદ્ર ટાંક

(11:14 AM IST)