તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 20th June 2026
રાજ્યમાં પાઠ્યપુસ્તકોની અછત વર્તાતા શિક્ષણ મંત્રી એક્શનમાં : પાઠ્યપુસ્તક મંડળના મુખ્ય ગોડાઉનની આકસ્મિક મુલાકાત લીધી
રાજ્યના તમામ જિલ્લાઓ અને શાળાઓ સુધી વહેલામાં વહેલી તકે પાઠ્યપુસ્તકો પહોંચાડવા માટે કડક સૂચનાઓ આપી

ગુજરાતભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ પાઠ્યપુસ્તકોની ભારે અછત સર્જાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યાપેલી ચિંતા વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રીએ પોતે મોરચો સંભાળી લીધો છે. શિક્ષણ મંત્રીએ આ મામલે તાત્કાલિક અસરથી ગાંધીનગરના સેક્ટર 25 ખાતે આવેલા પાઠ્યપુસ્તક મંડળના મુખ્ય ગોડાઉનની આકસ્મિક મુલાકાત લઈને સમગ્ર સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે પુસ્તકોની પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થઈ રહેલા અસાધારણ વિલંબ પાછળના કારણો જાણવા માટે સ્થળ તપાસ કરી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
અધિકારીઓ સાથેની ચર્ચા દરમિયાન એ વાત સામે આવી હતી કે, વૈશ્વિક સ્તરે સર્જાયેલી વિપરીત પરિસ્થિતિઓ અને કાગળની અછતને કારણે પાઠ્યપુસ્તકો સમયસર છાપી શકાયા નથી. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા એક કાનૂની કેસના લીધે કાગળની ખરીદી અને તેની ઉપલબ્ધતા પર અસર પડી હોવાથી મંત્રીએ આ કાયદાકીય અને ટેકનિકલ પાસાઓની પણ બારીકાઈથી ચકાસણી કરી હતી. શિક્ષણ મંત્રીએ પાઠ્યપુસ્તક મંડળના ઉચ્ચ અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરીને રાજ્યના તમામ જિલ્લાઓ અને શાળાઓ સુધી વહેલામાં વહેલી તકે પાઠ્યપુસ્તકો પહોંચાડવા માટે કડક સૂચનાઓ આપી છે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
