News of Saturday, 17th October 2026
શિક્ષકોના હિતમાં શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય : શિક્ષકોને સોંપાતી બિન-શૈક્ષણિક કામગીરી અને પોર્ટલની ડેટા એન્ટ્રીની સમીક્ષા થશે, શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી
શિક્ષકોની કામગીરી સુગમ અને સરળ બનાવવા ઉચ્ચ અધિકારીઓની સમિતિ રચવા સૂચના, શિક્ષકો માત્ર શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે કવાયત શરૂ

ગાંધીનગર, તા. 17 : રાજ્યના શિક્ષકોને શિક્ષણ સિવાય સોંપવામાં આવતી અન્ય કામગીરી તેમજ વિવિધ પોર્ટલ પર કરવાની થતી ડેટા એન્ટ્રીની કામગીરીને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષકો પર આવતા વધારાના ભારણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
શિક્ષણમંત્રીશ્રીએ શિક્ષકોની કામગીરીને વધુ સુગમ અને સરળ બનાવવા માટે ઉચ્ચ અધિકારીઓની એક સમિતિની રચના કરવા સૂચના આપી હતી. આ સમિતિ શિક્ષકોને સોંપાતી તમામ પ્રકારની બિન-શૈક્ષણિક કામગીરી અને અલગ-અલગ પોર્ટલ પર ડેટા એન્ટ્રીની જરૂરિયાતની સમીક્ષા કરશે અને તેને ઘટાડવા માટેનો અહેવાલ રજૂ કરશે.
આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકો તેમનો સંપૂર્ણ સમય અને શક્તિ વિદ્યાર્થીઓના શિક્ષણ અને ઘડતર પાછળ આપી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
