<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

એકતા જોષીએ અમેરીકા-લંડનમાં વિવિધ કરતબોમાં કૌવત બતાવ્‍યુ

રાજકોટ તા. ૨૧ : ભારતથી અમેરિકા અભ્‍યાસ અર્થે ગયેલી મુળ સાબરકાંઠા જિલ્લાના ચિત્રોડાની રહીશ અને પરિવાર સાથે સુરત સ્‍થાઇ થયેલી એકતા જોષીએ બે વખત સ્‍કોલરશીપ મેળવી એનીમેશન અને વીએફએકસનો અભ્‍યાસ પૂર્ણ કરી એસોસીએટ પ્રોડયુસર તરીકે કારકીર્દીની જમાવી છે. અભ્‍યાસની સાથે એકતા સાન્‍તા મોનીકા ફલાઇંગ કલબ જોઇન કરી તાલીમી વિમાન ઉડાડવાનો પણ લ્‍હાવો લીધો હતો. દોર એર બલુન સ્‍કુલમાં ડાઇવીંગ અને સ્‍કાય ડાઇવીંગના ઇટીંગ વર્કશોપમાં આગ સાથેના રમતના વિવિધ કરતબો કરી દેખાડયા હતા. આમ ભારતીય યુવતીએ અમેરીકામાં પણ કાબેલીયતના અદ્દભૂત દર્શન કરાવી  દેશનું ગૌરવ વધારેલ છે. કરાટેમાં પણ તેણીએ રાજય તેમજ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે શ્રીલીંકા ખાતે પ્રતિયોગીતામાં ભાગ લઇ ઝળહળતો દેખાવ કર્યો હતો. તેની આ વિરલ સિધ્‍ધિઓની ચોમેરથી પ્રસંશા થઇ રહી છે.

(4:49 PM IST)