News of Sunday, 19th April 2026
ઉમેદવારનું નિધન થતા સુરતના બારડોલી તાલુકા પંચાયત ચૂંટણીની અસ્તાન બેઠકની ચૂંટણી મોકૂફ
ધર્મેશ રાઠોડ કોંગ્રેસના વર્ષો જુના યુવા નેતા હતાં. તબિયત નાદુરસ્ત થતાં સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

સુરતના બારડોલી તાલુકા પંચાયત ચૂંટણીની અસ્તાન બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. તાલુકા પંચાયતના અસ્તાન બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થયું છે. કોંગ્રેસમાંથી ધર્મેશ રાઠોડે ઉમેદવારી નોંધાવી હતી. ધર્મેશ રાઠોડ કોંગ્રેસના વર્ષો જુના યુવા નેતા હતાં. તબિયત નાદુરસ્ત થતાં સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગત રોજ રાત્રે સુરતથી ફરી બારડોલી સરદાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે અસ્તાન બેઠક પર ઉમેદવારનું અવસાન થતાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
