News of Sunday, 1st November 2026
સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં કામદારોની માંગણીને મંજૂર કરતા માલિકો: બન્ને જૂથે વચ્ચે સમજૂતી : કરાર પર કર્યા હસ્તાક્ષર થયા
દર મહિને 1થી 9 તારીખ વચ્ચે પગાર ચૂકવવો ફરજિયાત રહેશે. કામદારોને સપ્તાહમાં એક દિવસ પગાર સાથે રજા મળશે

સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં માલિકો અને કામદારો વચ્ચે સમજૂતી થવા પામી છે. ઓનર્સ એસોસિએશન અને મજૂર સંગઠનો વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરાય છે કામદારોનો અગાઉ મુજબનો પગાર અને કામના કલાક યથાવત્ રહેશે. દર મહિને 1થી 9 તારીખ વચ્ચે પગાર ચૂકવવો ફરજિયાત રહેશે. કામદારોને સપ્તાહમાં એક દિવસ પગાર સાથે રજા મળશે રવિવારે કામ કે રજા રાખવાનો નિર્ણય કામદારો લઈ શકશે. રવિવારે રજા રાખવા બદલ પગારમાં કોઈ કપાત નહીં થાય. કામદારોને શુદ્ધ પાણી અને સ્વચ્છતા સહિતની સુવિધા આપવી પડશે. ESI ના હોય તો સારવારની યોગ્ય વ્યવસ્થા માલિકોએ કરવાની રહેશે. બંને પક્ષોએ ઉદ્યોગમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા સંમતિ દર્શાવી છે .
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
