News of Saturday, 19th September 2026
મોડાસા ખાતે વડનગરથી વારાણસી બાઈક સેવા યાત્રામાં જોડાઈ યુવાનોનો ઉત્સાહ વધારતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા : 'યુવા સંવાદ' કાર્યક્રમમાં વિકસિત ભારતના નિર્માણ અંગે ચર્ચા કરી
મેઘરજ ખાતે યોજાયેલી ગ્રામસભામાં જનકલ્યાણકારી યોજનાઓ અંગે સંવાદ સાધ્યો : અંબાજી જતા પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત 'વિસામો' સેવા કેમ્પની મુલાકાત લીધી

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ભાજપ દ્વારા દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં વડનગરથી વારાણસી સુધીની ઐતિહાસિક બાઈક સેવા યાત્રાનું પ્રસ્થાન થયું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આ યાત્રામાં સહભાગી થઈ યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો તથા કિશોરપુરા ખાતે સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી હતી.
'યુવા સંવાદ' કાર્યક્રમમાં આહ્વાન:
મોડાસા ખાતે યોજાયેલા ‘યુવા સંવાદ’ કાર્યક્રમમાં જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, યુવાનોની પ્રતિભા, નવીન વિચારશક્તિ, ટેક્નોલોજીની સમજ અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતા ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે. યુવાનો શિક્ષણ, કૌશલ્ય, સ્ટાર્ટઅપ, સંશોધન અને રમતગમત જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરે તેવું આહ્વાન કરવાની સાથે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની યુવા કેન્દ્રિત કામગીરી અંગે સંવાદ કર્યો હતો.
મેઘરજમાં ગ્રામસભા અને પદયાત્રી સેવા કેમ્પની મુલાકાત:
તેમણે મેઘરજ ખાતે ગ્રામસભામાં ઉપસ્થિત રહી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જાહેરજીવનને 'સેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની યાત્રા' ગણાવી કેન્દ્ર સરકારના જનકલ્યાણકારી પ્રયાસો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ઉપરાંત, ભાદરવી પૂનમે અંબાજી જતા માઈભક્તો માટે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત 'વિસામો' પદયાત્રી સેવા કેમ્પની મુલાકાત લઈ શ્રદ્ધાળુઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
અગ્રણીઓની ઉપસ્થિતિ:
આ પ્રસંગે પ્રદેશ મંત્રી તથા જિલ્લા પ્રભારી સંજયભાઈ દેસાઈ, જિલ્લા અધ્યક્ષ ભીખાજી ઠાકોર, સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, સ્થાનિક ધારાસભ્ય અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડનગરથી વારાણસી સુધીની આ યાત્રા દરમિયાન સ્વચ્છતા પ્રવૃત્તિઓ, ગૌસેવા અને વડીલો સાથે સંવાદ જેવા સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
