<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

વડોદરામાં અગાઉ પકડાયેલા કરોડો રૂપિયાના એટલે કે પૂરા રૂા. ૩૦,૭૨,૦૦૦ ની તોતિંગ કિંમતના વિદેશી દારૂના કેસમાં છેલ્લા પાંચ મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયેલો ભાલીયાપુરા ગામનો શાતિર વોન્ટેડ આરોપી આખરે પોલીસના સિકંજામાં

પોલીસની આંખોમાં ધૂળ નાખીને મહિનાઓથી લાંબી છૂપાઈ રમી રહેલા કુખ્યાત બુટલેગરને દબોચી લેવાતા ગુનાખોરીના આલમમાં છાતીના પાટિયા બેસી ગયા

વડોદરાઃ વડોદરા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દારૂબંધીના કાયદાની ધજાગરા ઉડાવતા માફિયાઓ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ડ્રાઇવનો એક અત્યંત ચોંકાવનારો, ખૌફનાક અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! અગાઉ વડોદરા પંથકમાંથી પોલીસે ત્રાટકીને કુલ ૩૦.૭૨ લાખ રૂપિયાની કિંમતનો પ્રચંડ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જે ગુનામાં સંડોવાયેલા મુખ્ય માફિયાઓ અને બુટલેગરો પોલીસ પકડથી દૂર ભાગતા ફરતા હતા.

એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમે મળેલી માહિતીના આધારે તરસાલીથી જાંબુવા જવાના રોડ પર માતૃછાયા ગેસ્ટ હાઉસની પાછળ કચરાની ડમ્પીંગ સાઇટની પાછળ ખુલ્લા મેદાનમાં દારૃનો જથ્થો ભરેલા કન્ટેનરમાંથી દારૃના થતા કટિંગસ સમયે જ રેડ કરી હતી. પોલીસે દવાની બોટલની આડમાં સંતાડેલા વિદેશી દારૃના જથ્થા સાથે જૈદમોહંમદ આસુ મોહંમદખાન,ઉં.વ.૩૦ (રહે. ખીલ્લુકા ગામ, તા.હતીન, જિ.પલવલ,હરિયાણા)ને ઝડપી પાડયો હતો. પોલીસે દારૃની ૧૧,૩૮૩ બોટલ કિંમત રૃપિયા ૩૦.૭૨ લાખ, કન્ટેનર, મોબાઇલ અને ૩ લાખની દવાઓ સહિત ૫૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દારૃ મોકલનાર અને મંગાવનારના નામ ખૂલતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ગુનામાં નાસતા ફરતા આરોપી આકાશ અશોકભાઇ ઠાકરડા (રહે. ભાલીયાપુરા ગામ) ને પોલીસે ઝડપી પાડયો છે. આરોપીના રિમાન્ડ નામંજૂર થતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે અગાઉ ૧૦ ગુનાઓ નોંધાયા છે.

(5:40 PM IST)