News of Wednesday, 13th May 2026
‘નીટ' અંગે સી.બી.આઇ. તપાસ અને પરીક્ષા સુધારણા આયોગ જરૂરીઃ મનીષ દોશી

અદમવાદ તા.૧૩: દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 ફરી એક વાર મોટા પાયે ગેરરીતી, ગોલમાલ અને પેપર લીકના ઘેરામાં છે. કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ફરી એક વાર મોદી સરકારની લાપરવાહી અને સંરક્ષણની ભેટ ચડી ગયું છે. જો સરકાર એક રાષ્ટ્રીય પરીક્ષાનું પણ ન્યાયપૂર્વક આયોજન કરી શકતી નથી, તો તે વાસ્તવમાં શું શાસન કરવામાં સક્ષમ છે? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે NEET-UG 2026 પરીક્ષા માટે, ગુજરાતમાંથી ૮૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને દેશભરમાં, ૨૨.૭૯ લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પોતાના બાળકોની ભણતર માટે સમય, પૈસા અને આશા દાવ પર લગાવી દે છે. પ્રામાણિક વિદ્યાર્થીઓ અને સંઘર્ષ કરતા માતા-પિતા ફરી એક વાર છેતરાયા છે. ૨૦૨૪ના કાંડ પછી પણ, NTAનું નેતળત્વ અકબંધ રહ્યું છે. જવાબદારીનો અભાવ છે, વિશ્વસનીયતા નાશ પામી છે. પેપર લીક મામલો NTAની કાર્યણાલી પર પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
ડો. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ૨૪ કરતાં વધારે અલગ અલગ પરીક્ષા પેપર લીક થયાની ગંભીર ઘટનામાં લાખો યુવાનો ભોગ બન્યા. સાત વર્ષમાં ૬૫ પરીક્ષાઓના પેપર લીક થી ૨ કરોડ યુવાનો પ્રભાવિત જેમાં SSC, UPSC, REET, BPSC, NEET સહિતના પેપર લીક દર વર્ષે થઈ રહ્યા છે. સરકાર નોકરીઓ આપતી નથી.
શિક્ષણ મંત્રીજી, હવે રાજીનામું આપીને જવાબદારી દેખાડો! કેન્દ્ર સરકાર પેપર-લીક કયારે રોકી શકશે? દેશના લાખો વિદ્યાર્થીઓ સાથે ન્યાય કયારે થશે? ફવ્ખ્ અને શિક્ષણ મંત્રાલયની જવાબદારી કયારે નક્કી થશે? NEET ૨૦૨૬ની CBI તપાસ થાય, દોષીઓને સજા મળે. પેપર-લીક માફિયા પર NIA જેવી કેન્દ્રીય એજન્સી લગાડવામાં આવે. પરીક્ષા સુધારણા આયોગની રચના થાય તે જરૂરી છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
