News of Monday, 7th September 2026
પ્રવેશ ફાળવ્યા પછી પણ ૧૨૧૯ વિદ્યાર્થીએ પ્રવેશ ન લીધોઃ મેડિકલમાં ટ્રેન્ડ બદલાયો
પહેલા રાઉન્ડ બાદ કુલ ૧૫૩૭ બેઠકો મેડિકલમાં અને ૬૨૫ ડેન્ટલમાં ખાલી - સરકારી કોલેજમાં પણ પ્રવેશ મળ્યા પછી વિદ્યાર્થીઓ કન્ફર્મ કરાવતાં નથી

અમદાવાદ: મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે પહેલા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવણી કરી દેવાઈ છે. પહેલા રાઉન્ડમાં ૯૪૩ બેઠકો નોન-એલોટેડ રહી હતી. જેની સામે ૧૨૧૯ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવવામાં આવ્યા પછી પણ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી. આમ, હાલમાં મેડિકલમાં ૧૫૩૭ અને ડેન્ટલમાં ૬૨૫ મળીને કુલ ૨૧૬૨ બેઠક ખાલી પડી છે. મેડિકલમાં પ્રવેશ માટે સૌથી મોટા સેટબેક એ છે કે, જેટલી બેઠક નોન એલોટેડ હતી તેટલી જ નોન રિપોર્ટેડ થઇ છે. આમ, ઉંચી ફી સહિતના કારણોસર પહેલા રાઉન્ડમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવાનું ટાળ્યું છે. આ ઉપરાંત રેગિંગના કારણોસર કેટલાક વિદ્યાર્થીઓ ઘરથી દૂર કોલેજમાં પ્રવેશ મળે તો જતો કરીને નજીકની કોલેજમાં પ્રવેશ મળે તેની રાહ જોતાં હોવાની પણ શકયતા છે. મેડિકલ પ્રવેશના પહેલા રાઉન્ડમાં મેડિકલમાં ૬૩૯૮, ડેન્ટલમાં ૧૦૬૧ મળીને કુલ ૭૪૫૯ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયો હતો. જેની સામે મેડિકલમાં દ્ગઇૈંની ૭૬૧ બેઠકો અને પીડબલ્યુડીની ૨૪ બેઠકો મળીને કુલ ૭૮૫ બેઠકો ખાલી રહી હતી. પ્રવેશ કન્ફર્મ કરવાની મુદત ગઇકાલે પૂરી થયા બાદ જાહેર કરવામાં આવેલી આંકડાકીય વિગતો પ્રમાણે મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયામાં ૭૫૨ વિદ્યાર્થીઓ એવા છે કે, જેમને બી.જે.મેડિકલ સહિતની જુદી જુદી સરકારી અને મેડિકલ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજોમાં પ્રવેશ ફાળવાયો હતો. પરંતુ તેઓએ નિર્ધારિત સમયમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી. જેના કારણે અગાઉની ૭૮૫ અને હાલની ૭૫૨ મળીને ૧૫૩૭ બેઠકો ખાલી પડી છે. ડેન્ટલમાં પણ ૧૫૮ અગાઉથી ખાલી પડી હતી. જેની સામે ૪૬૭ નોન રિપોર્ટેડ થતાં ૬૨૫ બેઠકો ખાલી પડી છે. આમ, કુલ ૧૨૧૯ વિદ્યાર્થીને પ્રવેશ મળ્યા પછી પણ કન્ફર્મ કરાવ્યો નથી. સૂત્રો કહે છે કે, બી.જે.મેડિકલ જેવી સરકારી કોલેજમાંથી વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ક્વોટા કે અન્ય સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળે તેમ હોવાથી કન્ફર્મ કરાવ્યો નથી. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓએ મેડિકલની ઊંચી ફી અને ઘરથી દૂર પ્રવેશ મળતો હોવાના કારણે હેરાનગતિ ભોગાવવી પડે તેના કરતાં પ્રવેશ કન્ફર્મ ન કરાવીને આગળના રાઉન્ડમાં જવાનો નિર્ણય કર્યાે હતો. સૂત્રો કહે છે કે, ચાલુ વર્ષે ૧૫૩૭ બેઠકો ખાલી પડતાં હવે બીજા રાઉન્ડમાં મોટાપાયે બેઠકોની ફેરબદલ થાય તેવી શકયતા છે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
