News of Friday, 25th September 2026
અમદાવાદમાં ફર્જી કોલ સેન્ટરનો પર્દાફાશ : CBIએ મુખ્ય આરોપીની કરી ધરપકડ
અમેરિકી નાગરિકોને ધમકાવીને આચરતો હતો ઠગાઈ, પીડિતો પાસેથી 7 મિલિયનથી વધુ ડોલર પડાવ્યા

અમદાવાદ તા.૨૫ : અમદાવાદમાંથી એક મોટા ફર્જી કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ થયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કાર્યવાહી કરીને આ કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આરોપી અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતો હતો. આ કોલ સેન્ટર મારફતે અમેરિકન નાગરિકોને ફોન કરી તેમને ધમકાવવામાં આવતા હતા અને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા. આ રીતે આ ટોળકીએ અમેરિકી પીડિતો પાસેથી 7 મિલિયન ડોલરથી વધુની રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે.
CBI ને આ અંગે બાતમી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ દરોડા પાડીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. હાલ CBI દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
