News of Friday, 3rd July 2026
રાજપીપળામાં બીજા દિવસે પણ ધીમીધારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી
બપોરથી સતત વરસાદ વરસતા ગરમીથી કંટાળેલા લોકો એ ઠંડક મેળવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ગઈકાલે અને આજે સવારથી વરસાદ ચાલુ થતા ઠંડક થઈ હતી જેમા રાજપીપળામાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતા હવે ચોમાસાની શરૂઆત થઈ હોય તેમ લાગ્યું અને ધીમીધારે વરસાદ પડતા આ વરસાદ ખેતી લાયક હોય ખેડૂતોમા ખુશી જોવા મળી હતી.
ગુરુવારે આખો દિવસ અને આજે શુક્રવારે બપોરથી સતત વરસાદ વરસતા ગરમી થી કંટાળેલા લોકો એ ઠંડક મેળવી હતી
ચોમાસા ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ વર્ષે ગત વર્ષો ની જેમ અતિભારે વરસાદ માં ખેતરો માં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને નુકશાન થયું હતું તેમ આ વર્ષે પાકને નુકશાન ના થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યાં છે. જોકે વરસાદ ખેંચતા લોકો નું માનવું હતું કે કદાચ દુકાળ પડશે પરંતુ મોડો મોડો પણ વરસાદ આવતા હવે ખેડૂતો સહિત લોકો એ રાહત મેળવી છે, નહીં તો અનાજ સહિત ની વસ્તુઓ મોંઘી થવાની શક્યતાઓ સેવાઈ રહી હતી. આમ રાજપીપલા મા સતત બે દિવસ થી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
