<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ધોળકાના સરગવાળા ગામે ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ

ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના તેમના ખેતરોમાં ગેસ પાઈપલાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ કંપની દ્વારા હાથ ધરવામાં આવી રહેલી ગેસ લાઈનની કામગીરીનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના તેમના ખેતરોમાં ગેસ પાઈપલાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન કર્મચારીઓ દ્વારા ખેતરમાં ઊભા પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો પણ ખેડૂતોએ દાવો કર્યો છે.

(4:11 PM IST)