<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

ઉત્તર ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હાલ બેહાલ

ખેડૂતોએ શરૂઆતના વરસાદ પછી મોંઘા બિયારણો લાવી ખેતરોમાં સારા વરસાદની આશાએ વાવેતર તો કરી દીધૂ પરંતુ તે બાદ વરસાદ ખેંચાયો

અમદાવાદ : ઉત્તર ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ શરૂઆતના વરસાદ પછી મોંઘા બિયારણો લાવી ખેતરોમાં સારા વરસાદની આશાએ વાવેતર તો કરી દીધૂ પરંતુ તે બાદ વરસાદ ખેંચાયો છે.ભર ચોમાસુ ચાલી રહ્યું છે તેમ છતાંય બનાસકાંઠા કોરૂ ધાકોર રહેતા ખેડૂતોનો પાક નાશ પામે તેવી ભીતિ સેવાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસતો જ નથી અને ખેડૂતો કાગડોળે આકાશ સામે મીટ માંડી વરસાદની રાહ જોઈ રહ્યા છે ..મહત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિવસે ને દિવસે ભૂગર્ભ જળ પણ ઊંડા જઈ રહ્યા છે.

(7:13 PM IST)