<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ચતરપુરા ગામના ખેડૂતોને એક મહિનાથી સિંચાઈનું પાણી ન મળતા ભારે રોષ

ચતરપુરા માયનોર કેનાલમાં તાત્કાલિક અને પૂરતા પ્રમાણમાં પાણી છોડવાની પ્રબળ માંગ

વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ચતરપુરા ગામના ખેડૂતોને છેલ્લા એક મહિનાથી સિંચાઈનું પાણી ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાવની ચતરપુરા માયનોર કેનાલમાં પાણી ન આવતા મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને તંત્ર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે અને તાત્કાલિક પાણી આપવા રજૂઆત કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, પૂરતો વરસાદ ન થયો હોવાથી અને વાવેતર કર્યા બાદ છેલ્લા એક મહિનાથી સિંચાઈનું પાણી ન મળવાને કારણે જીરું સહિતનો મોંઘો પાક હવે સુકાઈ રહ્યો છે, જેનાથી ખેડૂતોમાં ભારે બૂમરાડ ઉઠી છે. સ્થાનિક ખેડૂત ઠાકોર કુંભાજી પચાણજીએ સરકાર પાસે ચતરપુરા માયનોર કેનાલમાં તાત્કાલિક અને પૂરતા પ્રમાણમાં પાણી છોડવાની પ્રબળ માંગ કરી છે. આ ઉપરાંત, તેમણે કેનાલ પર અમુક જગ્યાએ ગેરકાયદેસર કે અવરોધરૂપ સ્લેબ (Slab) ઊભા કરાયા હોવાનો આક્ષેપ કરતા આ અવરોધો તાત્કાલિક દૂર કરાવીને કેનાલના છેવાડા સુધી પાણી આગળ વધારવા સરકારને વિનંતી કરી છે.

(11:59 PM IST)