News of Thursday, 26th November 2026
વાવ-થરાદના પ્રતાપપુરા ગામના ખેડૂતો સિંચાઈના પાણી મુદ્દે મેદાને :નિગમ કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું
ખેડૂતોએ તંત્ર સમક્ષ માઈનોર કેનાલમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકના પ્રતાપપુરા ગામના ખેડૂતોએ સિંચાઈના પાણીની ગંભીર સમસ્યાને લઈને નર્મદા નિગમ કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા રજૂઆત કરી છે કે છેલ્લા 10 વર્ષથી તેઓ સિંચાઈના પાણી માટે ભારે વલખાં મારી રહ્યા છે અને કેનાલમાં નિયમિત પાણી ન મળવાના કારણે તેમનો ઉભો પાક અને ખેતી સંપૂર્ણપણે નિષ્ફળ જઈ રહી છે. સિંચાઈના અભાવે ખેડૂતોને દર વર્ષે મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવી રહ્યો છે, જેનાથી જગતના તાતની હાલત કફોડી બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ તંત્ર સમક્ષ માઈનોર કેનાલમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર આપીને વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
