News of Monday, 16th November 2026
સુરતમાં ખાંડ નિયામકના નવા પરિપત્રને લઈને ખેડૂતોમાં નારાજગી: શેરડી કાપણીના નિયમો કડક કરાતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો
એક સુગર મિલ બીજી મિલના કાર્યવિસ્તારમાંથી શેરડી કાપી શકશે નહીં. નિયમનો ભંગ કરનાર મિલની મેનેજમેન્ટ કમિટી અને અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની જોગવાઈ

સુરતમાં ખાંડ નિયામકના નવા પરિપત્રને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. શેરડી કાપણીના નિયમો કડક કરાતા ખેડૂત આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે. નવા નિયમ મુજબ એક સુગર મિલ બીજી મિલના કાર્યવિસ્તારમાંથી શેરડી કાપી શકશે નહીં. નિયમનો ભંગ કરનાર મિલની મેનેજમેન્ટ કમિટી અને અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે આ નિયમોથી તેમના વેચાણના અધિકાર પર તરાપ પડશે. પિલાણ સિઝન 2026-27 વચ્ચે નિયમો લાગુ થતાં શેરડીના પુરવઠાની સમસ્યા ઊભી થશે. હાઈવે, ઔદ્યોગિક વિકાસ અને અન્ય પાકોના વાવેતરને કારણે શેરડીનું ક્ષેત્રફળ પણ ઘટ્યું છે. બીજી તરફ, તાપી જિલ્લામાંથી સુરત અને વલસાડની મિલોને શેરડીનો પુરવઠો મળે છે. ત્યારે ખેડૂત આગેવાનોએ પરિપત્રની ફેરવિચારણા કરવાની માગ કરી છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
