<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

છોટાઉદેપુરના બોડેલી વિસ્તારમાં મગના નકલી' બિયારણને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા : ભારે આર્થિક નુકશાન

ખેડૂતોનો આક્ષેપ છે કે નબળી ગુણવત્તાવાળું બિયારણ મળવાથી વાવણીના 2 મહિના બાદ પણ પાકમાં યોગ્ય વૃદ્ધિ થઈ નથી, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

છોટા ઉદેપુરજિલ્લાના બોડેલી i વિસ્તારમાં મગના ‘નકલી’ બિયારણને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે નબળી ગુણવત્તાવાળું બિયારણ મળવાથી વાવણીના 2 મહિના બાદ પણ પાકમાં યોગ્ય વૃદ્ધિ થઈ નથી, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ઊંચાકલમ સહિત આસપાસના ગામોના ખેડૂતો ચિંતિત બન્યા છે અને ખેતીવાડી વિભાગ પાસે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. કુદરતી આફતો પછી હવે આ માનવસર્જિત સમસ્યાએ ખેડૂતોની મુશ્કેલીઓ વધુ વધારી છે.

(12:21 AM IST)