<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

મહેમદાવાદ તાલુકાના કેશરા ગામની મુવાડી પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત : 2 મહિલાના મોત

અમદાવાદ–ડાકોર હાઈવે પર આઈસર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલાઓએ જીવ ગુમાવ્યા

ખેડાના મહેમદાવાદનાં કેશરા નજીક ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાઓનાં કરુણ મોત થયા છે. અમદાવાદ–ડાકોર હાઈવે પર આઈસર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલાઓએ જીવ ગુમાવ્યા છે . મહેમદાવાદ તાલુકાના કેશરા ગામની મુવાડી પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . અમદાવાદ–ડાકોર રોડ પર આઈસર વાહને બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો . અકસ્માતમાં બાઈક પર સવાર બે મહિલાઓનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં છે . રોડ પર ખાડા પૂરવાની કામગીરી દરમિયાન ડિવાઈડર કે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો . અકસ્માતને પગલે ઘટનાસ્થળે આસપાસના લોકોનાં ટોળેટોળાં એકઠાં થયા હતા . બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો . પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે .

(7:54 PM IST)