તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Saturday, 21st November 2026
બાવળા-રાજકોટ હાઇવે પર સાણંદ ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત:બાઈક ચાલક યુવકનું મોત
અકસ્માતની જાણ થતાની સાથે જ બાવળા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો

અમદાવાદ જિલ્લાના હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે.બાવળા-રાજકોટ હાઇવે પર એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ દુર્ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક યુવક પોતાની બાઈક લઈને સાણંદ ચોકડીથી બ્રિજ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને રોડ પર ફંગોળાઈ ગયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાની સાથે જ બાવળા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, કમનસીબી એ રહી કે હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળે તે પહેલા જ યુવકનું ઘટના સ્થળે કે રસ્તામાં જ કરૂણ મૃત્યુ થઈ ચૂક્યું હતું.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
