તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Friday, 31st July 2026
સુરતના માંગરોળમાં કીમ નદીમાં પૂરની આશંકા: સિમોદ્રા, લુવારા અને કટવા સહિતના ગામોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ
સ્થળ પર હાજર DYSP બી.કે. વનારે સ્થિતિનો તાગ મેળવીને સ્થાનિકો તેમજ તંત્રને જરૂરી સુરક્ષાત્મક સૂચનાઓ આપી

સુરત જિલ્લાના માંગરોળ વિસ્તારમાં કીમ નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાને પગલે પૂરની ગંભીર આશંકા સેવાઈ રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ અને મામલતદારની સંયુક્ત ટીમ તાબડતોબ નદી કાંઠાના ગામોમાં પહોંચી ગઈ છે. પૂરના વધતા જોખમને કારણે સિમોદ્રા, લુવારા, કટવા સહિતના નીચાણવાળા ગામોમાંથી લોકોના ઘરો અને તબેલાઓ ખાલી કરાવીને સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. સ્થળ પર હાજર DYSP બી.કે. વનારે સ્થિતિનો તાગ મેળવીને સ્થાનિકો તેમજ તંત્રને જરૂરી સુરક્ષાત્મક સૂચનાઓ આપી છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
