News of Saturday, 18th April 2026
લોકશાહીનું પર્વ : વડોદરામાં ચૂંટણીનો જંગ જામ્યો, પોલિટેકનિક કોલેજ ખાતે ‘વોર રૂમ’ તૈયાર કરાયો
ચૂંટણી કામગીરી માટે ડિસ્પેચ સેન્ટર સજ્જ: EVM, VVPAT સહિત ચૂંટણીલક્ષી સામગ્રી વિતરણ માટે વ્યવસ્થા, તંત્ર દ્વારા અધિકારીઓ-કર્મચારીઓને સોંપાઈ જવાબદારી

વડોદરા, તા.૧૮
લોકશાહીના પર્વને લઈને વડોદરામાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ચૂંટણી કામગીરીને સુપેરે પાર પાડવા માટે તંત્ર દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે ‘વોર રૂમ’ એટલે કે ડિસ્પેચ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પોલિટેકનિક કોલેજના પરિસરમાં ઉભા કરાયેલા આ વોર રૂમ ખાતેથી મતદાન મથકો માટે EVM, VVPAT મશીનો સહિતની તમામ ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવશે.
ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને અહીંથી સામગ્રી સોંપવામાં આવશે. ત્યારબાદ પોલિંગ પાર્ટીઓ પોતપોતાના મતદાન મથકે રવાના થશે. સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે વોર રૂમમાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ વોર રૂમની મુલાકાત લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ આ જ સ્થળે EVM મશીનો પરત સ્વીકારવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
