News of Monday, 13th July 2026
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દારૂના વેચાણને લઈને સ્થાનિકો અને બુટલેગરો વચ્ચે ઉગ્ર માથાકૂટ
સ્થાનિકોએ વિસ્તારમાં દારૂનું વેચાણ બંધ કરવાની માંગ કરતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ વિવાદ વધતા બુટલેગર દ્વારા હુમલો કરાયો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દારૂના વેચાણને લઈને સ્થાનિકો અને બુટલેગરો વચ્ચે ઉગ્ર માથાકૂટ સર્જાઈ હતી. સ્થાનિકોએ વિસ્તારમાં દારૂનું વેચાણ બંધ કરવાની માંગ કરતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ વધતા બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. હુમલામાં સ્થાનિકો તેમજ મહિલાઓને માર મારવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે.
ઘટનાનો વીડિયો સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં બુટલેગરોની દાદાગીરીનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ શરૂ કરી છે અને વીડિયો સહિતના પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
