<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

સુરતના હીરાબાગ વિસ્તારમાં જમીન વિવાદને લઈને પરિવારના સભ્યો વચ્ચે મારામારી: દિયરે ભાભી સહિત પરિવારજનોને માર્યા

દિયરે જાહેરમાં ભાભીને તમાચા ઝીક્યાં :ભાભીને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધ પિતા અને માતાને પણ માર માર્યો:માતા અને કૌટુંબિક બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી

સુરતના હીરાબાગ વિસ્તારમાં જમીન વિવાદને લઈને પરિવારના સભ્યો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ગામની અંદાજે રૂ. 18 લાખની જમીન અને મકાન ખાલી કરાવવા મુદ્દે દિયરે પોતાની ભાભી, પિતા સહિતના પરિવારજનો સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતાં દિયરે જાહેરમાં ભાભીને તમાચા ઝીંકી દીધા હતા. ભાભીને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધ પિતા અને માતાને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, આરોપીએ માતા અને કૌટુંબિક બહેનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જાહેરમાં થયેલી આ મારામારીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે અશ્વિનીકુમાર પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(7:25 PM IST)