<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

અમદાવાદના પીરાણા પાસે ગટરમાં પડેલી યુવતીની શોધખોળ દરમિયાન ફાયર વિભાગને નદીમાંથી માનવ અવશેષો મળ્યા

નદીમાંથી શરીરના કેટલાક અવશેષો મળી આવતાં ટીમે તેને બહાર કાઢીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા

અમદાવાદના પીરાણા પાસે ગટરમાં પડેલી યુવતીની શોધખોળ દરમિયાન ફાયર વિભાગને નદીમાંથી માનવ અવશેષો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા કેટલાય દિવસોથી ફાયર વિભાગની ટીમ દ્વારા યુવતીની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન નદીમાંથી શરીરના કેટલાક અવશેષો મળી આવતાં ટીમે તેને બહાર કાઢીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક આશંકા મુજબ, મળી આવેલા માનવ અવશેષો થોડા દિવસ અગાઉ ગટરમાં પડેલી યુવતીના હોઈ શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ફોરેન્સિક તપાસ અને જરૂરી પરીક્ષણો બાદ જ અવશેષો કોના છે તે અંગે ચોક્કસ માહિતી સામે આવી શકશે. હાલ ફાયર વિભાગ દ્વારા શોધખોળની કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને તપાસના પરિણામો પર સૌની નજર છે.

(3:29 PM IST)