News of Monday, 22nd June 2026
સુરતમાં પહેલા વરસાદે જ તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી :પાલ વિસ્તારમાં ફસાઈ BRTS બસ
પાંડેસરા બાદ હવે પાલ વિસ્તારમાં પણ BRTS બસ કાદવ અને ધસેલા રસ્તામાં ફસાઈ જતાં મુસાફરોને ભારે હાલાકી

સુરત શહેરમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી છે. પાંડેસરા બાદ હવે પાલ વિસ્તારમાં પણ BRTS બસ કાદવ અને ધસેલા રસ્તામાં ફસાઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની તેમજ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. સતત આવી રહેલી ઘટનાઓને કારણે રસ્તાની કામગીરી અને તંત્રની તૈયારીઓ સામે સવાલો ઊભા થયા છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
