<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન પ્રથમ ત્રણ રાઉન્ડ પૂર્ણ:ભાજપના ઉમેદવારને મજબૂત લીડ

ત્રીજા રાઉન્ડમાં સતિષ પટેલને 3,058 મત મળતા તેઓ કુલ 5,910 મતની સરસાઈ સાથે આગળ

 વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન પ્રથમ ત્રણ રાઉન્ડ પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલે મજબૂત લીડ મેળવી છે. ત્રીજા રાઉન્ડમાં સતિષ પટેલને 3,058 મત મળતા તેઓ કુલ 5,910 મતની સરસાઈ સાથે આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને ત્રીજા રાઉન્ડમાં 667 મત મળ્યા છે અને ત્રણ રાઉન્ડના અંતે કોંગ્રેસને કુલ 3,435 મત પ્રાપ્ત થયા છે. જ્યારે NOTAને અત્યાર સુધીમાં કુલ 361 મત મળ્યા હોવાનું મતગણતરીના આંકડાઓમાં સામે આવ્યું છે.

(11:43 AM IST)